Abtak Media Google News

ચા એ એક એવું ડ્રિંક છે જેની લોકોની સવારની શરૂઆત થાય છે. પરંતુ ખાલી પેટ ચા પીવાથી આપણાં શરીર ને ઘણું નુકશાન થઈ શકે છે. ચા માં ઘણા પ્રકારના એસિડ હોય છે. ખાલી પેટ ચા પીવાથી પેટને સીધું નુકશાન થાય છે. તેનાથી ગેસ, અલ્સર જેવી સમસ્યા થઈ શકે છે.

જો તમે સવારે વઘુ દૂધવાળી ચા પીવો છો તો એ પણ તમારા સ્વાસ્થ્યને નુકશાન પહોચાળી શકે છે. વઘુ દૂધવાળી ચા પીવાથી તમને થાકનો અહેસાસ થાય છે. ચામાં દૂધ નાખતા જ તેમા રહેલા એંટીઓક્સિડેંટ ખત્મ થઈ જાય છે.

જો તમે એમ વિચારી રહ્યા છો કે તમે ઓછા દૂધવાળી સ્ટ્રોંગ ચા પીવો છો તો આ પણ તમારા માટે નુકશાનકારક છે. કડક ચા પાચનતંત્રને નુકશાન પહોચાડે છે. અને તેનાથી પેટને લગતી ઘણી સમસ્યા થઈ શકે છે.

ભોજન બાદ પણ ચા પીવી નુકશાન કારક છે. ચા માં ટેનિન પદાર્થ હોય છે. જે આહારમાં રહેલા આયરન સાથે રીએક્ટ કરી શકે છે. જે તમારા ભોજનમાં રહેલા પોષણ યુક્ત તત્વોને નષ્ટ કરે છે.

તમે જો દિવસમાં 3-4 વાર ચા પીવો છો તો તમારે તમારી આ આદત બદલવાની જરૂર છે. કારણકે વઘુ ગરમ ચા તમને ગળાનું કેન્સર જેવી બીમારીને નોતરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.