Abtak Media Google News

દરેક બાળક પોતાના માતા-પિતા માટે શ્રેષ્ટ હોય છે.ત્યારે દરેક માતા-પિતા પોતાના બાળકને અનેક સારા ગુણોનું સિંચન કરતાં હોય છે. તો પણ ક્યારેક નાના બાળકો પોતાની વાત મનાવવા માટે ખોટું બોલી વાત મનાવતા હોય છે. ત્યારે માતા-પિતાને સવાલ થાય કે મારો બાળક ખોટું કેમં બોલે છે ? તો તેની આ આદત તેના જીવનમાં ભળી જાય તેનો ડર લાગી જાય છે. તો આ સવાલ માતા-પિતાની ઊંઘ પણ દૂર કરી દે છે. ત્યારે આ નાનકડો સવાલ બાળક તેમજ માતા-પિતાને ધીરે-ધીરે પોતાના બાળપણથી દૂર લઈ જાય છે.

દરેક બાળક  ખોટું શું કામ બોલે ? 

આ સવાલ દરેક માતા-પિતાને પોતાનો બાળક જ્યારે ખોટું બોલે તો મનમાં થતો હોય છે. પોતાની જીદ પૂરી કરાવવા માટે બાળક ખોટું બોલતાં હોય છે પણ, જ્યારે નાના બાળકો પોતાના ઘરના કોઈપણ સદસ્ય સાથે કે આડોશી પાડોશીના બાળકો સાથે રમતા હોય તો તે પોતાના વર્તનથી કે તેના શબ્દો તરત યાદ કે સમજી લે છે. ત્યારે નાના બાળકો એક બીજાની કોપી કરતાં હોય કે ક્ષણમાં પોતાનામાં જીવનમાં તે નાની કે મોટી ટેવોને ઉતારી લે છે. ત્યારે ઘણીવાર લોકો પાસેથી સાંભળવા મળે છે કે અમારો બાળક બહુ જલ્દી શીખી લે છે. તો બાળક તે કા કોઈ મોટાની વાતો સાંભળી અથવા તેના જેવડાં મિત્રો સાથે રમતાં શીખી લે છે. તો બાળક આ રીતે પોતાની ખોટું બોલવાની આદતને ટેવ બનાવી લે છે અને ખોટું બોલવા માંડે છે.

તો આ ટેવને બાળપણમાં દૂર કઈ રીતે કરવી ?

સૌ પ્રથમ તો દરેક બાળક કદાચ ખોટું બોલે તેને ખીજાવવા કરતાં તેને પ્રેમથી સમજાવો. દરેક બાળક અવશ્ય જો તેને પ્રેમથી વાત સમજાવવામાં આવે તો તે માની જાય છે. કારણ પ્રેમ એ દરેક બાળક માટે એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. બાળકને સમજાવો તેની પાસેથી તેને વાતોમાં જાણો કે તે કઈ બાબતથી કે કઈ રીતથી ખોટું બોલતાં શીખ્યો. બાળકોને ઉદાહરણ સાથે સમજાવો કે આ તેની એક બહુ મોટો ભૂલ છે. આ વાતને ગણકારવી એ માતા-પિતા માટે એક મોટી ભૂલ છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. કારણ આ એક વાત કદાચ બાળક તેમજ માતા-પિતાને સમય જાતે તેની ખોટુ બોલવાની આદત ધીરે-ધીરે ટેવ તેમજ સંબંધોમાં પણ અવરોધ લાવશે. ઘણી વખત બાળક પોતાના માતા-પિતાની વાતોમાથી સાંભળી કોઈ ખોટી વાતને સાચી માની લેવા માંડે છે. ક્યારેક માતા-પિતા કે ઘરના સદસ્યો જાણતા અજાણતા કોઈ વાત સાથે વિવાદ કે ખોટું બોલતા હોય પણ તેનું કારણ કઈ સાચું હોય પણ આ નાના બાળક સમજતા નથી અને તેને જોઈ તેમાંથી ખોટું બોલતાં શીખી જાય છે. ત્યારે બાળક જો આ વાત સાંભળે કે જોવે તો તેને સમજાવવા કે તેની સાથે આ બાબતને વાત કરવી કારણ આ એક ભૂલ બાળકને સાચાથી ખોટું બોલવાના માર્ગ પર લઈ જશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.