Abtak Media Google News

વર્તમાન સમયમાં નાના બાળકોને પણ આંખના નંબર આવી જાય છે અને અનેક ઘટનામાં તો બાળકને જન્મથીજ આંખની ખામી જણાય છે ત્યારે એક ઉમરની અવસ્થા બાદ આંખો નબડી થયા વગર નથી રહેતી, તેવા સમયે આજકાલના ખોરાક અને જીવનશૈલીના કારણે આ અવસ્થા પહેલાના સમય કરતાં વહેલી આંખો નબડી થતી ડારશે છે ત્યારે આંખોની દ્રષ્ટિ બરકરાર રાખવા માટે દુનિયાભરમાં વિવિધ શોધ થઈ રહી છે અને તેમાં મૂળ ભારતીય એવા વૈજ્ઞાનિક અને તેની ટીમએ બ્લાઈંડનેસની ટ્રીટમેન્ટ માટે સ્ટેમસેલ આધારિત રેટીનલ સેલના નિર્માણની દિશા તરફ પ્રગતિ કરી છે.

અમેરિકાના નેશનલ આઈ ઇન્સ્ટીટ્યુટના વૈજ્ઞાનિકોના કહેવા અનુસાર આંખના પાછડના ભાગમાં કોશિકાઓનું પળ પ્રકાશની ઓળખ કરવા વાળા રેટિનાના ફોટોરિસેપ્ટરના અસ્તિત્વને ટકાવી રાખવા આવશ્યક હોય છે.

આ ખોજથી જીઓગ્રાફિક એટ્રિફી અથવા એજ રિલેટેડ મૈકુલર ડીજીજનરેશનના દર્દીઓમાં મૂળ કોશિકા એટ્લે કે સ્ટેમસેલ પર આધારિત રેટીનલ પીગમેન્ટ એપીથેલિયમના પ્રતિરોપનનો માર્ગ શોધવામાં આવ્યો છે.

સેલ રિપોર્ટસ જર્નલમાં પ્રકાશિત થવા વાળા આ અધ્યયનની પુષ્ટિ કરતાં કપિલ ભારતી કહે છે કે “અમે આ વાતને વધુ સારી રીતે સમજી રહ્યા છીએ કે આરપીઇ કોશિકાઓનું નિર્માણ કઈ રીતે થાય છે, અને તેને કેવી રીતે બદલી શકાય છે. એવું દર્શાઈ રહ્યું છે કે એએમડીમાં આ પ્રકારની કોશિકા સૌથી પહેલા કામ કરવાનું બંધ કરે છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.