Abtak Media Google News

પુરાની કહેવત મુજબ દરરોજ એક સફરજન ખાવાથી ડોક્ટરની પણ જરૂર પડતી નથી પરંતુ ડોક્ટરના કહેવા મુજબ સફરજન ખાવાથી ઘણી બિમારીઓની અસર જોવા મળે છે.

ઘણીવાર સફરજન ગુણકારીની સાથે આ ફળ જીવલેવા અને ખતરનાક સાબિત થાય છે જ્યારે સફરજન ખાતા પહેલા તેમા રહેલ બીજને સાવધાની પૂર્વક હટાવી દેવા જોઇએ તેમજ બીજ પેટની અંદર જતા એક ઝેર સ્વરૂપ રસાયણ પેદા કરે છે. જે વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ બીજ એ અમિંગડલિન નામનું એક તત્વ હોય છે જે પેટની અંદર આવેલ અંજાઇમ સાથે સંપર્કમાં આવતા સાયનાઇડ બનાવવા લાગે છે જેથી વ્યક્તિ બિમાર પડી જાય છે તેમજ તેની મોતની પણ શક્યતા વધી જાય છે.

સાયનાઇડ જે શરીરમાં ઓક્સિજનની સપ્લાઇને બાધારૂપ કરી દે છે તેમજ હદ્ય અને મગજને પણ વધુ ઘણુ નુકસાન પહોચાડે છે જેથી ચક્કર આવવા,ઉલ્ટી અને પેટ દર્દ જેવી સમસ્યાઓ થાવા લાગે છે.

આમ સફરજન અને બીજા ઘણા ફળોમાં બીજ અંદર અમિગડલિંન હોય છે જેથી આપણે કોઇ પણ ફળ ખાતા પહેલા તેના બીજને દૂર કરવા જોઇએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.