Abtak Media Google News

આજકાલની દરેક યુવતીઓની સમસ્યા હોય છે, કે વધારાની ચરબી કઈ રીતે દુર કરવી. દરેક છોકરીયો સલીમ દેખાવા માગતી હોય છે. ખાસ કરીને પેટની ચરબી કઈ રીતે દુર કરવી તે અંગે અનેક નુક્સાઓ અજમાવતા હોય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે સાવ સરળ ઘરેલું ઉપાય દ્વારા સરળતાથી પેટની ચરબી ઓછી કરી શકાય છે. તો આપણે જાણીએ આ ઉપાય વિશે.

સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધું લીંબુ નીચોડી તેમાં મધ મિક્સ કરી ખાલી પેટે પીવાથી વધારે ફાયદો થાય છે. તેનાથી મેતોબોલીજ્મ્સ વધે છે. અને વધારાની ચરબી ફટાફટ ઓગળી જાય છે.

લસણમાં જાડાયપણું ઓછું કરવાના તત્વ હોય છે. એક કપ પાણીમાં લીંબુ નીચોવી લસણની ત્રણ કળી આ પાણી સાથે રોજ સવારે ખાલી પેટે પીવાથી ઘણો ફાયદો થાય છે.

ફુદીનો અને કોથમરી ને સાથે વાટી તેમાં મીઠું અને લીંબુ મિક્સ કરો. અને આ ચટણી રોજ ભોજન સાથે લો. ફુદીનાના સેવનથી મેતાબોલીક રેતમાં વધારો થાય છે. જેથી ફેટબર્ન પ્રોસેસ ઝડપ થી થાય છે.

એક કપ પાણી માં આદુના બે ટુકડા નાખી દસ મિનીટ સુધી ઉકળવા દો. પછી તેમાંથી આદુના ટુકડા કાઢી તેને ચાની જેમ પીવું.

એલોવેરા ના સેવનથી મેટાબોલીઝમ જળવાય રહે છે. અને ચરબી જમા થવા દેતા નથી. બે ચમચી એલોવેરાના જ્યુસમાં એક ચમચી જીરું પાવડર મિક્સ કરી તેને અડધા ગ્લાસ પાણી માં મિક્સ કરો. ભૂખ્યા પેટે તેનું સેવન કરવું અને ૬૦ મિનીટ પછી જમવું.

એપલ સાડર વિનેગર પણ કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે. ભોજન કરવાના અડધા કલાક પહેલા એક કે બે ચમચી એપલ સાઈડર વિનેગરને એક ગ્લાસ પાણી માં મિક્સ કરી પીવાથી કેલેરી વધારે બર્ન થાય છે.

આ બધા ઉપયોગથી સાથે વ્યાયામ કરવું પણ જરૂરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.