Abtak Media Google News

બે માથારા માનવીએ કુદરતનની અવગણા કરી તેનું પરિણામ આવ્યું છે માહામારી, વાતાવરણમાં પ્રદુષણને કારણે પહેલા પ્રાણીઓ કે પશુપક્ષીઓ ઘરમાં પુરાવા મજબૂર બન્યા હતા પરંતુ હવે સમય એવો આવ્યો છે કે માનવીને ઘરમાં પૂરાઇને રહેવું પડે છે. કોરોના મહામારીને કારણે વ્યક્તિને પરિવારથી દૂર એક રૂમમાં પૂરાઇ જવાનો સમય આવ્યો છે. જો કે માનવીનો સ્વભાવ એવો છે કે તે ગમે તે પરિસ્થિતિમાંથી પણ રસ્તો કાઢી શકે છે. કોરોનાકાળમાં વ્યક્તિ પોતાના બાળકો, પત્નીની નજીક જતા પણ ડરી રહ્યો છે. જો કે ટેક્નોલોજીની મદદથી મનુષ્ય ગમેતેવા મુશ્કેલ સમયમાં સથવારો ગોતી લે છે. આવો એક સથવારો હોંગકોંગની ટીમે બનાવ્યો છે. આ સથવારાનું નામ ગ્રેસ રાખવામાં આવ્યું છે.

Robot Grace 1વાત એવી છે કે હોંગકોંગના ટેક્નિશીયનોએ એક રોબોટ બનાવ્યો છે જેને કોરોના રોબોટ તરીકે ઓળખાવવામાં આવી રહ્યો છે. જેનું નામ ગ્રેસ રાખવામાં આવ્યું છે. આ રોબોટ તૈયાર કરનારી કંપનીનું કહેવું છે કે ગ્રેસ એવા વૃદ્ધ દર્દીઓને મદદ કરશે જે કોરોનાને કારણે એકાંતવાસમાં છે. ગ્રેસને બ્લૂ યુનિફોર્મ પહેરાવવામાં આવી છે. તથા તેના વાળ બ્રાઉન રાખવામાં આવ્યા છે.

Robot 2ગ્રેસ રોબોટ ખાસીયતની વાત કરીએ તો તેમાં થર્મલ કેમેરાની ટેક્નોલોજીથી તૈયાર કરવામાં આવી છે જે દર્દીના શરીરનું તાપમાન પણ માપવામાં સક્ષમ છે. એટલે કે ગ્રેસ દર્દીનું ધ્યાન એક નર્સની જેમ રાખશે. એટલું જ નહીં ગ્રેસને અંગ્રેજી, મોડોરિન અને કેંટોનીઝ ભાષા સારી રીતે બોલતા આવડે છે. ગ્રેસમાં લગાવવામાં આવેલા ટોક થેરેપી, બાયો રીડિંગ્સના ફિચર્સને કારણે તે દર્દી સાથે વાતચીત કરી શકે છે.

ગ્રેસ રોબોટ બનાવનારા તેના ફાઉન્ડર ડેવિડ હેન્સનનું કહેવું છે કે હેલ્થકેર વ્યવસાયમાં મદદ થઇ શકે તેવી અને સોશિયલ સંવાદ કરી શકે તેવી રીતે ગ્રેસની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. જેનો સીધો ફાયદો મહામારી દરમિયાન દર્દી અને હોસ્પિટલ સાથેના સંવાદ સમજી શકશે અને દર્દીને એ પ્રમાણે મદદ કરશે.

Robot 4હેન્સને વધુમાં કહ્યું કે “માનવ જેવો દેખાવ વિશ્વાસ અને પ્રાકૃતિક જોડાણને સરળ બનાવે છે કારણ કે આપણે મનુષ્ય સામ-સામે ક્રિયા પ્રતિક્રિયાઓ માટે અનુકુળ છીએ. ગ્રેસની ડિઝાઇન એવી રીતે કરવામાં આવી છે કે તે 48થી વધુ ચહેરાના હાવભાવ ઓળખી તેની પ્રતિક્રિયા આપશે. આ એક કાર્ટુન પાત્ર જેવી છે. ગ્રેસનો સ્વભાવ એશિયન અને પશ્ચિમી શૈલીઓનું મિશ્રણ છે.

 

આ રોબોટ બનાવનારા ડેવિડ હેન્સને કહ્યું કે ગ્રેસ એક હેલ્થકેર વ્યવસાય જેવી જ દેખાય છે. તેનું નિર્માણ કોરોનાના સમયમાં કાર્ય કરી રહેલા હેલ્થકેર વર્કર્સને ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું છે. આ રોબોટ હેનસન રોબોટિક્સ અને સિંગુલૈરિટી સ્ટુડિયોના સંયુક્ત વેંચર છે. ચીફ એક્ઝીક્યુટિવ ડેવિડ લેકે જણાવ્યું કે ઓગસ્ટ સુધી ગ્રેસના બીટા વર્જનને મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનો વિચાર છે.

Robot 3યુનિવર્સિટી ઓફ હવાઇના પ્રોફેસર કિમ મિન સુને કહ્યું કે ગ્રેસનું લોન્ચિંગ એવા સમયે થયું છે જ્યારે કોરોના વાયરસના વૈશ્વિક પ્રભાવે આવી કોઇ ટેક્નોલોજીની કમી હોવાનું સમજાવ્યું છે જે એકાંતવાસ દરમિયાન માનવીની સાથે રહે. આ ગ્રેસ રોબોટની અસર લોકો પર સકારાત્મક રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.