એક વખત ચાર્જ કરવાથી રાજકોટથી જામનગર સુધી દોડશે આ સ્કૂટર, શરૂ થયું બૂકિંગ્સ

બજાજ કંપનીએ ભારતમાં તેની લોક પ્રિયતમા વધારો કર્યો છે. બજાજ ઓટો તેની નવી Chetak Electric Scooterનું બુકિંગ શરૂ કરી દીધું છે. તેના માટે બજાજની ઓફિશ્યિલ વેબસાઈડ પર ફક્ત 2,000ના ટોકન સાથે બુક કરી શકો છો. આ ઇલેક્ટ્રિક સ્કૂટરે ટૂંકા સમયમાં સારી એવી લોકપ્રિયતા મેળવી છે, હાલમાં બજારમાં તેની માંગ વધુ છે.

Bajaj Chetak Electric Scooter 3kWh બેટરી પેક હોય છે, જે 4.8kWની ક્ષમતાની મોટરને પાવર સપ્લાય કરે છે. કંપની એ આપેલા અહેવાલ મુજબ આ સ્કૂટર ઈકો મોડમાં 95km અને સ્પોટ મોડમાં 85km સુધી ચાલી શકે છે. સ્કૂટરને 5A પાવરના ચાર્જર સાથે 5 કલાકમાં ફૂલ ચાર્જ કરી શકાય. આ સાથે કંપની સ્કૂટરની બેટરી પર 3 વર્ષ અથવા 50,000 kmની વોરંટી આપે છે. કંપનીનો દાવો છેકે, આ બેટરીનું આયુષ્ય 70,000 km સુધીનું છે.

Chetak Electric Scooterની કિંમત વિશે વાત કરીએ તો આ સ્કૂટરને ભારતમાં 1 લાખ રૂપિયામાં શોરૂમમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.હાલ તેની કિંમત વધી ને 1.15 થી 1.20 સુધીની થઈ ગઈ છે.