Abtak Media Google News

દૂધ એક પૅનમાં નાંખી દો.તેને ઉકળવા દો.હવે એક ટેબલ સ્પૂન વિનેગરમાં એક ટેબલ સ્પૂન પાણી મેળવો.જ્યાં સુધી દૂધ ફાટચી ન જાય, ત્યાં સુધી આ જ રીતે દોહરાવતા રહો.એક વાર જ્યારે દૂધ ફાટી જાય, તો ગૅસ બંધ કરી દો અને હાથોહાથ ઠંડુ પાણી મેળવો.હવે 1 અને /2 કપ પાણી મેળવી તેને સૅટલ થવા દો.હવે પાણી કાઢી તેને લગભગ 1 કલાક માટે સાઇડમાં મૂકી દો કે જેથી તેનું પૂરૂ પાણી નિકળી જાય.હવે દૂધમાંથી જુદા થયેલા કસને મિક્સી જારમાં નાંખો.આમાં જ કૉર્ન ફ્લોર નાંખી એક પેસ્ટ જેવું બનાવી લો.તેને પ્લેટમાં કાઢી લો.હવે હથેળીઓનાં સહારે તેને સારી રીતે મૅશ કરો.એક સારો એવો લોટ ગૂંથી લો.હવે તેને સરખા ભાગોમાં વહેંચી લો.તેનાં નાના-નાના બૉલ્સ બનાવો.એક પૅન ગરમ કરો, તેમાં ખાંડ મેળવો.તરત બાદ તેમાં 6 કપ પાણી મેળવો.તેને ઢાંકી દો અને મધ્મય આંચ પર પાકવા દો કે જ્યાં સુધી ખાંડ ઓગળી ન જાય.જ્યારે તે ઉકળવા લાગે, તો આ કસનાં નાના-નાના બૉલ્સ તેમાં નાંખી દો.એક વાર ફરી તેને ઢાંકી દો અને 10-15 મિનિટ સુધી પાકવા દો.હવે ઢાંકણ હટાવી ગૅસ બંધ કરી દો.તે પછી ગુલાબ જળ નાંખી તેને ઠંડું થવા દો પછી તેને 3-4 કલાકો માટે ફ્રીઝમાં ઠંડુ થવા માટે મૂકી દો અને પછી કૂલ-કૂલ પિરસો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.