Abtak Media Google News

ભાદરની સપાટી ૨૪.૨૦, ન્યારીની સપાટી ૧૮ અને આજીની સપાટી ૨૭ ફુટે પહોંચી: ધીમીધારે સતત આવક ચાલુ

ન્યુ રાજકોટની જળ સમસ્યા હલ કરવા માટે મહાપાલિકા દ્વારા કરોડો ‚પિયાના ખર્ચે ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. ગત ૨૯મી જુનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ પ્રોજેકટનું વિધિવત લોકાર્પણ કરી દેવામાં આવ્યું છે. સલામતી સહિતના કારણોસર ન્યારી ડેમ આ વર્ષે ચોમાસાની સીઝનમાં ૨૫ ફુટ નહીં પરંતુ જુની સપાટી મુજબ ૨૧.૮૦ ફુટ મુજબ જ ભરવામાં આવશે. તેમ આજે પત્રકાર સાથે વાતચીત દરમિયાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું.રાજકોટની જળ જ‚રીયાત સંતોષતા મુખ્ય ત્રણ જળાશયોની આજની સપાટી અંગે વિસ્તૃત માહિતી આપતા મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, ૩૪ ફુટે ઓવરફલો થતા ભાદર ડેમની સપાટી હાલ ૨૪.૨૦ ફુટે પહોંચી જવા પામી છે. ૬૬૪૦ એમસીએફટીની સંગ્રહશકિત સામે હાલ ડેમમાં ૨૯૫૬ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદરમાં ૨૯૦૦ એમસીએફટી પાણી રાજકોટ, જેતપુર અને ગોંડલ સહિતના શહેરોના પીવા માટે અનામત રાખવામાં આવે છે. ત્યારબાદ તમામ પાણી સિંચાઈ માટે આપવામાં આવે છે. રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે. ડેમની ઉંચાઈ ૨૫ ફુટ છે. ચાલુ સાલ જ ડેમની ઉંચાઈમાં ૧ મીટરનો વધારો કરવામાં આવ્યો છે. સલામતી સહિતના કારણોસર ન્યારી ડેમ આ વર્ષે ૨૫ ફુટ પુરો ભરવામાં આવશે નહીં. જુની સપાટી મુજબ ૨૧.૮૦ ફુટ જ ભરવામાં આવશે. તેઓએ ભારપૂર્વક એ વાતની સ્પષ્ટતા કરી હતી કે સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગોને ન્યારી ડેમો પુરો ભરવા માટે વિનંતી કરવામાં આવશે. જો આ વિનંતીને તેઓ માન્ય રાખશે તો બની શકે કે આ વર્ષે ન્યારી ડેમ ૨૫ ફુટ પણ ભરવામાં આવે.તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ૨૯ ફુટે ઓવરફલો થતા આજી ડેમની સપાટી હાલ ૨૭ ફુટે પહોંચી જવા પામી છે. ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોય. ડેમ ઓવરફલો થવામાં માત્ર ૨ ફુટ જ બાકી રહ્યો છે. ૯૩૨ એમસીએફટીની જળસંગ્રહ શકિત સામે હાલ આજી ડેમમાં ૮૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. તેઓએ તમામ જળાશયો ઓવરફલો થઈ જશે તેવી પણ આશા વ્યકત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.