Abtak Media Google News

બ્રિટનથી આવતા પ્રવાસીઓ માટે ચાર ઓક્ટોબરથી આરટીપીસીઆર  ટેસ્ટઅને દસ દિવસનું ફરજિયાત હોમ કોરોંતાયન

વારા પછી વારો અને મે પછી ગારો…ભારતના કોરોના રસી ના પ્રમાણપત્રોને માન્યતા આપવા અને ભારતી જતા લોકો માટે દસ દિવસનું ફરિયાદ કરનાર બ્રિટન માટે પણ ભારતે જેવા સાથે તેવાનો વ્યવહાર કરતો એક મહત્વનો નિર્ણય લીધો છે બ્રિટનથી ભારત આવતા પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર કરી છે અને બ્રિટનથી ભારત આવતા તમામ પ્રવાસીઓ માટે કોરોના રસી લીધી હોય તો પણ દસ દિવસ ફરજિયાત ઘરમાં પુરાઈને રહેવાનો આદેશ જારી કર્યો છે

ભારત સરકારના નવા નિયમ મુજબ હવે ઈંગ્લેન્ડથી ભારત આવનારા કોઈપણ પ્રવાસીઓને કોરોના રસી ના બંને ડોજ લીધા હશે તો પણ તેમને ફરજિયાત પણે દસ દિવસ પોતાના ઘરમાં જ અથવા તો આપેલા સરનામા પર ઘરમાં પુરાઈને જરહેવું પડશે આઇસોલેટેડ રખાયેલા પ્રવાસીઓ પર નિયમિત નજર રખાશે અને ભારત આવનારા ભારતીયોને પણ પોતાના ઘરમાં આઇસોલેટેડ કરવાની સુવિધા આપવામાં આવશે જેનાથી તેમને વધારાનો કોઇ ખર્ચ ન થાય

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નાગરિક ઉડ્ડયન વિભાગને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે બ્રિટનમાં કોરોના કેસની સ્થિતિ અત્યારે ચિંતાજનક આ પરિસ્થિતિમાં હોય ભારત આવનારા તમામ મુસાફરોને ફરજિયાત પણે ઘરમાં રહેવાની તાકીદ કરવામાં આવશે પ્રવાસના પ્રારંભ પૂર્વે સેલ્ફ ડેકલેરેશન ફોર્મ રજૂ કરવું પડશે ત્યારબાદ પ્રવાસના 72 કલાક પહેલા કરાયેલો નેગેટિવ આરટીસી આ ટેસ્ટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યો છે રિપોર્ટ સાચો છે તે અંગેનું ડેકલેરેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે ખોટો રિપોર્ટ રજુ કરનાર સામે ફોજદારી રાહે પગલાં ભરવામાં આવશે ભારત પહોંચી ગયા પછી એરપોર્ટ પર જ આર્ટીપિશિયાર ટેસ્ટ કરાવીને આઠમા દિવસે વર્ષે ફરીથી આરટીપી ટેસ્ટ કરાવવાનું રહેશે ભારત પહોંચ્યા બાદ દસ દિવસ પહેલા ઘર અથવા આપેલા સરનામે કોર નટાઈ ન રહેવું ફરજિયાત કરવામાં આવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.