Abtak Media Google News

ત્રીજી લહેરથી બચવા હવે, રસીના બંને ડોઝ વચ્ચે 12 અઠવાડિયાનું અંતર જરૂરી?? 

હાલ, કોરોનાથી બચવા ઝડપી રસીકરણ જ એક માત્ર ઉપાય છે.   કોરોનાની બીજી લહેરમાં વાયરસે માચાવેલા આ આંતકમાંથી ઉગરવા ઝડપી રસીકરણ અનિવાર્ય બન્યું છે. હાલ રસીના બે ડોઝ અપાઈ રહ્યા છે અને આ વચ્ચે 4 થી 5 અઠવાડિયાનું અંતર  રખાઈ રહ્યું છે. પરંતુ નિષ્ણાંતોના જણાવ્યા મુજબ આ અંતર વધારી 12 અઠવાડિયા જેટલું અંતર કરવું જોઈએ. કારણ કે રસીકરણની શરૂઆત થઈ ત્યારે જે લોકોએ પહેલા ડોઝ લઈ લીધા છે એ લોકો પર આવનારી ત્રીજી લહેરમાં સંક્રમણનો ખતરો વધુ મંડરાઈ શકે છે. કારણ કે હાલ રસીની અસરકારકતા 70થી 75 ટકા જેટલી છે. આગામી સપ્ટેમ્બરથી ઓક્ટોબર માસમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. અને અગાઉથી રસી લઈ લીધેલા વ્યક્તિઓની રોગપ્રતિકારક શક્તિમાં મોટો ફેર પડતા તેમને ફરી સંક્રમણ થઈ શકે છે. આથી બે ડોઝ વચ્ચેનું અંતર વધારવું જરૂરી છે.

કોવિશીલ્ડ રસીનો પ્રથમ ડોઝ માટે કોરોના રિકવર થયા બાદ 12 અઠવાડિયાના અંતરાલ જાળવીને ઈમ્યુનિટી વધારી શકાશે. ભારતમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાઓથી કોરોના સંક્રમણના કેસમાં જબ્બર ઉછાળો થઈ રહ્યો છે. બીજા વાયરાની આ તેજી બાદ આવનાર ત્રીજા વાયરા માટે હવે રસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાની જરૂર છે. વધુમાં વધુ લોકોને રસીકરણના ડોઝ આપી ઈમ્યુનિટી પાવર વધારીને આ વાયરસ ફેલાતો અટકાવી શકાશે. પરંતુ રસીકરણ માટે બે મોટા અવરોધો એ છે કે, પ્રથમ તો રસીનો જથ્થો પુરો નથી અને બીજો એ કે, રસીકરણ સ્વાયત રીતે થઈ રહી છે ત્યારે રસીકરણના બે ડોઝ વચ્ચે અંતર પણ ખુબ ઓછુ છે. કોવિશીલ્ડના બે ડોઝ વચ્ચે 6 થી 8 અઠવાડિયાનું અંતર રહેવું જોઈએ. કોવેકસીનમાં 4 થી 6 અઠવાડિયાની ભલામણ કરવામાં આવી છે. 20 કરોડથી વધુના રસીકરણમાં 2 મહિના લાગતા હોય તો 20 કરોડ લોકોને એક સાથે આવરી લેવા માટે બીજા ડોઝ માટે રસીના પુરતા જથ્થા સહિતના પ્રશ્ર્નો સામે આવે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.