Abtak Media Google News

કોર્પોરેટ ટચ સાથે યોજાનારી રામકથામાં શ્રી રામનગરી ચૌધરી હાઈસ્કુલ ખાતે તમામ ઉત્સવો ધામધૂમથી ઉજવાશે

સમગ્ર વિશ્વમાં સૌથી મોટું લોહાણા મહાજન ગણાતા   રાજકોટ લોહાણા મહાજન દ્વારા તા .21 મે , 2022 થી 29 મે , 2022 દરમ્યાન ” શ્રી રામનગરી ” ચૌધરી હાઈસ્કુલ , રાજકોટ ખાતે શ્રી રામકથા ” નું અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે , જેમાં મુખ્ય વકતા તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પૂજ્ય  ભૂપેન્દ્રભાઈ પંડ્યા ( મુંબઈ ) વ્યાસાસને બિરાજશે અને ભાવિકોને શ્રી રામકથાનું રસપાન કરાવશે .  ભવ્યાતિભવ્ય   રામકથાની વિગતો આપતા   રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ  રાજુભાઈ પોબારૂ જણાવે છે કે રાજકોટ લોહાણા મહાજનનાં ઈતિહાસમાં પ્રથમ વખત  રામકથાનું આયોજન થઈ રહ્યું છે અને તે પણ કોર્પોરેટ ટચ સાથે .

રામકથાનાં નવ દિવસ દરમ્યાન    રામનગરી ” ચૌધરી હાઈસ્કૂલ મેદાન રાજકોટ ખાતે હજારો લોકો ભક્તિરસમાં તરબોળ થશે અને    દરરોજ દિવસનાં અંતે કથાવિરામ બાદ આકર્ષક મેનુ સાથે પ્રસાદની વ્યવસ્થા ” રામરોટી પ્રસાદઘર ” માં રાખવામાં આવી છે . કથાનો સમય સાંજે 04:30 થી 08:30 સુધીનો હોય , આવનાર દરેક ભકતને કથામંડપમાં પીવા માટે 500 મી.લી.ની મિનરલ વોટરની એક બોટલ પણ આપવામાં  આવશે.

ઉપરાંત કથા પ્રારંભ – પોથી યાત્રાથી લઈ દરરોજ તમામ ઉત્સવો   રામ જન્મોત્સવ , સીતા – રામ વિવાહ , વનગમન , કેવટ પ્રસંગ , ભરત મિલાપ ,   હનુમાન પ્રાગટ્ય , સુંદરકાંડ – રામેશ્વર પુજન ,   રામ રાજ્યાભિષેક – કથાવિરામ વિગેરે ખુબ ધામધુમથી ઉજવવાનું નક્કી કર્યુ હોવાનું મહાજન પ્રમુખ જણાવે છે . ઐતિહાસિક  રામકથા માટે દાતાઓએ પણ એક યા બીજી રીતે દાનનો રીતસર ધોધ વરસાવ્યો હોવાનું અને જે સતત ચાલુ જ હોવાનું   રાજુભાઈ પોબારૂ અને ડો.નિશાંતભાઈ ચોટાઈ જણાવે છે .

રામકથાનાં મુખ્ય યજમાન તરીકે લોહાણા મહાપરીષદ અને  રાજકોટ લોહાણા મહાજનનાં પૂર્વ – પ્રમુખ , દાનવીર અને દીર્ઘદ્રષ્ટા સ્વ.જયંતિલાલ ગોવિંદજી કુંડલીયા , સ્વ.જસવંતીબેન કુંડલીયા તથા સ્વ.મીનાબેન કુંડલીયાનાં પરિવારજનો પવિત્ર વાતાવરણમાં પૂણ્યનું ભાથું બાંધશે   ઐતિહાસિક મહત્વ ધરાવતી   રામકથાના સુચારૂ અને સચોટ આયોજન માટે   રાજકોટ લોહાણા મહાજનના હોદેદારો અને મહાજનના બંધારણનાં સલાહકારો પ્રમુખ  રાજુભાઈ પોબારૂ , કારોબારી પ્રમુખ ડો . નિશાંતભાઈ ચોટાઈ , મંત્રી ઓ રીટાબેન કોટક અને ડો . હિમાંશુભાઈ ઠક્કર ઓડીટર  ધવલભાઈ ખખ્ખર , ટ્રસ્ટીઓ ડો.પરાગભાઈ દેવાણી , જીતુભાઈ ચંદારાણા , હરિશભાઈ લાખાણી , કિશોરભાઈ કોટક , હિરેનભાઈ ખખ્ખર , શ્યામલભાઈ સોનપાલ , મનિષભાઈ ખખ્ખર તુષારભાઈ ગોકાણી , જતીનભાઈ કારીયા , દિનેશભાઈ બાવરીયા , ડો . આશીષભાઈ ગણાત્રા ,  રાજકોટ કેળવણી મંડળનાં ઉપપ્રમુખ   નવીનભાઈ ઠક્કર , પીઢ લોહાણા અગ્રણીઓ   એ.ડી.રૂપારેલ અને   હીરાભાઈ માણેક વિગેરે અગ્રણીઓએ   જ્ઞાતિશ્રેષ્ઠી  કિરીટભાઈ ગણાત્રાને મળીને મિટીંગ કરી હતી .

જેમાં અધ્યક્ષસ્થાનેથી    કિરિટભાઈ ગણાત્રાએ માર્ગદર્શન સાથે ઉપયોગી સુચનો આપ્યા હતા . જે તમામ સુચનો હાજર રહેલ લોહાણા અગ્રણીઓએ એક જ અવાજે સ્વીકારીને સહર્ષ વધાવી લીધા હતા અને   રામકથાનાં અલૌકિક આયોજનને સફળ બનાવવા ખાતરી આપી હતી.સાથે – સાથે   રામકથાનાં તમામ દિવસો દરમ્યાન સમાજ શ્રેષ્ઠી અને મોભી તરીકે  કિરીટભાઈ ગણાત્રાની હાજરી અનિવાર્ય – આવશ્યક હોવાનું તમામ અગ્રણીઓએ જણાવ્યું હતું . લોહાણા અગ્રણીઓની લાગણી અને આગ્રહનો   કિરીટભાઈ ગણાત્રાએ સહર્ષ સ્વીકાર કર્યો હતો .

રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ  રાજુભાઈ પોબારૂ , કારોબારી પ્રમુખ ડો.નિશાંતભાઈ ચોટાઈ , મંત્રી ઓ   રીટાબેન કોટક અને ડો.હિમાંશુભાઈ ઠકકર , ઓડીટર  ધવલભાઈ ખખ્ખર , ટ્રસ્ટીઓ ડો . પરાગભાઈ દેવાણી ,   કિશોરભાઈ કોટક ,  હિરેનભાઈ ખખ્ખર   હરીશભાઈ લખાણી , જીતુભાઈ ચંદારાણા , તુષારભાઈ ગોકાણી , શ્યામલભાઈ સોનપાલ , મનિષભાઈ ખખ્ખર , જતિનભાઈ કારીયા , દિનેશભાઈ બાવરીયા , ડો . આશિષભાઈ ગણાત્રા , શૈલેષભાઈ પાબારી , પ્રદિપભાઈ સચદે   સહિતનાં તમામ મહાજન સભ્યો અને જ્ઞાતિ અગ્રણીઓ  રામકથાનાં આયોજન માટે જહેમત ઉઠાવી રહ્યા છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.