હજારો પરિવારોને મળશે પ્રધાનમંત્રી વિમા યોજનાનું કવચ : ગોવિંદભાઈ પટેલ

શહેર ભાજપ કાર્યાલય ખાતે વિધાનસભા-70માં સમાવિષ્ટ વોર્ડના આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપા સરકાર તેમજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્યની ભાજપા સરકાર દ્વારા અનેકવિધ લોકહીતકારી અને લોક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મુક્વામાં આવેલ છે.

ત્યારે પ્રધાનમંત્રી જીવન જયોતી વીમા યોજનાએ  માનક દરોએ જીવનવીમા ક્વચ પુરૂ પાડે છે અને ઓછામાં ઓછી દસ્તાવેજીકરણની પ્રક્રિયા સાથે સરળ પ્રક્રિયા સાથે સમય બચાવે છે. 138 કરોડની વસ્તી ધરાવતો ભારત ખૂબ જ મોટો અને વિપુલ ક્ષમતા ધરાવતો દેશ છે. ભારતની અંદાજે 7ર% વસતી ગ્રામ્ય વિસ્તારમાં વસે છે. આજે દેશ જે સૌથી મોટા પડકારનો સામનો કરી રહયો છે તે છે નાણાકીય સમાવેશન.

ત્યારે ઈન્ડીયાફર્સ્ટ લાઈફ પ્રધાનમંત્રી જીવન વીમા યોજના એ એક સરકારી સામાજિક સુરક્ષા યોજના છે અને તે સામાજિક સુરક્ષાની દિશામાં માંડવામાં આવેલુ એક મહત્વપૂર્ણ પગલુ છે.  કેન્દ્ર સરકાર અને રાજય સરકારે સામાન્ય જનતા માટે યોજનાઓ બનાવી છે તે યોજનાઓ લાભાર્થીઓના ઘર સુધી પહોચે અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્ર સરકારમાં વિશ્ર્વાસ ઉભો કરે એ હેતુ થી પ્રધાનમંત્રી જીવનજયોતી વીમા યોજના હેઠળ 10 હજાર લાભાર્થીઓના પ્રીમીયમ ભરી નિ:શુલ્ક  વીમાક્વચ પુરૂ પાડવામાં આવશે.

આ ઉપરાંત રાજય સરકારની યોજના માનવ ગરીમા યોજના વિશે માર્ગદર્શન આપતા કમલેશ મિરાણીએ જણાવેલ કે માનવ ગરીમા યોજના હેઠળ અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા હોય તેઓને સાધન-ટૂલ કીટ સ્વરૂપે સહાય આપવામાં આવે છે. જેથી અનુ.જનજાતિના લાભાર્થીઓ સ્વરોજગારી મેળવી શકે, ત્યારે આ યોજના હેઠળ ર8 પ્રકારના ધંધા-રોજગાર માટે સહાય આપવામાં આવે છે.

આ બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવીંદભાઈ પટેલ, મહામંત્રી જીતુ કોઠારી, રક્ષાબેન બોળીયા, રાજુભાઈ અઘેરા, આરએનએસબીના ઉપાધ્યાય, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ સહીતના ઉપસ્થિત રહયા હતા.