Abtak Media Google News

ગુજરાતના શહેરોમાં અફવા ફેલાઈ રહી છે કે પેટ્રોલ ડીઝલની અછત છે. આવી અફવા ગુજરાતના = ભવનાગરમાં ફેલાવામાં આવી હતી. મહીસાગરમાં પણ પેટ્રોલ ડીઝલ નથી તેવા બોર્ડ લાગ્યા હતા. ત્યારે મંગળવારે સુરત એકાએક નાયરા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (એચપી)ના પંપો ઉપર ડીઝલ ખલાસ થઇ ગયું હતું. કેટલાંક પેટ્રોલપંપો પર ડીઝલ નહીં હોવાના બોર્ડ લાગેલા જોવા મળ્યાં.

સુરતના પેટ્રોલપંપો ઉપર ગત ચાર-પાંચ દિવસથી ડીઝલની અછત વર્તાઇ રહી છે. લોકોએ ડીઝલ ભરાવ્યા વિના પાછા ફરવું પડી રહ્યું છે. કેટલીક ખાનગી કંપનીઓના આ પેટ્રોલપંપ પર સમસ્યા જોવા મળી રહી છે. ઇન્ડિયન ઓઇલ અને સેલના પેટ્રોલપંપથી ડીઝલ મળી રહ્યું છે.પરંતુ આગામી દિવસોમાં ડીઝલ સંકટ વધશે.

એક પેટ્રોલપંપના કર્મચારીએ જણાવ્યું હતું કે, ડીઝલ મળવાનો વધારે ભરોસો કરી શકાય નહીં કેટલાક દિવસોથી ડીઝલના પુરવઠામાં અછત વર્તાઇ રહી છે. જે સ્ટોક છે તેનાથી કામ ચલાવાય રહ્યું છે.જ્યારે પુરૂ થઇ જાય છે ત્યારે ‘ખલાસ’ થઇ ગયાનું બોર્ડ લગાવી દેવાય છે. કેટલાક પેટ્રોલપંપ પર પોસ્ટર અને બેનર લગાવી દેવાયા છે કે‘ડીઝલ નથી’.

હાલ શહેરમાં 2 કંપનીઓના પંપો પર ડીઝલની અછત
સુરતમાં 100 પેટ્રોલ પંપ છે. જ્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 400 પેટ્રોલ પંપ છે. જિલ્લામાં 60 લાખ લિટર પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ થાય છે. હાલના તબક્કે આના ઉપયોગ પર કોઇ મોટી અસર સર્જાઇ નથી. પરંતુ જે પેટ્રોલપંપો ઉપર ડીઝલ ન મળવાની સ્થિતિ છે તેનામાં ક્યારે સુધાર આવશે તે કહેવું મુશ્કેલ છે.

ઘણાનો સ્ટોક પૂરો થવાની આરે
પંપના કર્મચારીઓએ જણાવ્યું કે, અલગ અલગ જગ્યાઓથી ડીઝલ આવી રહ્યું નથી. જેમની પાસે સ્ટોક છે તે હવે પૂરો થવા આવ્યો છે. આ સ્થિતિમાં ચાલકોને પોતાના વાહનને ધક્કો મારી એક પંપથી બીજા પેટ્રોલ પંપ પર લઈ જવું પડી રહ્યું છે.

સંગ્રહખોરી કરનારા પંપસંચાલકો સામે પગલાં ભરાશે
હાલની સ્થિતિને ધ્યાને રાખીને પહેલાંથી જ ડીઝલ અને પેટ્રોલ પંપ સંગ્રહ કરવાની શરૂઆત કરી ચૂક્યા છે.આ માટે એસોસિએશન તરફથી કેટલાયે લોકોને પેનલ્ટી લગાવવાની ચીમકી પણ અપાઇ છે.જો આવું કોઇ કરે છે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.