Abtak Media Google News

આગામી ૨૭મી સપ્ટેમ્બરનાં રોજ હ્યુસ્ટન ખાતે વડાપ્રધાન અમેરિકી ભારતીયોને સંબોધન કરશે

ભારત દેશની ખ્યાતિ દિન-પ્રતિદિન વધતી જઈ રહી છે ત્યારે વિશ્ર્વનાં અનેક દેશોમાં ભારત દેશની છબી ઉતરોતર વધી રહી છે ત્યારે અમેરિકાનાં હ્યુસ્ટન શહેરમાં આગામી ૨૭ સપ્ટેમ્બરનાં રોજ વડાપ્રધાન મોદી યુનાઈટેડ નેશન સંબોધન કરશે ત્યારે ભારતીય મુળનાં અમેરિકી લોકો નરેન્દ્ર મોદીને સંબોધવા માટે અરજી અને નોંધણી પણ કરી છે જેનો આંકડો ૫૦ હજારને પાર પહોંચ્યો છે.  આગામી માસની ૨૭ સપ્ટેમ્બરના રોજ અમેરિકી પ્રવાસ દરમિયાન મોદી હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમનું આયોજન ટેક્સાસ ઇન્ડિયા ફોરમ કરી રહ્યું છે. નોંધણીની પ્રક્રિયા શરૂ થયાને ૩ સપ્તાહમાં જ ૫૦ હજાર લોકોએ નોંધણી કરાવી છે. આ કાર્યક્રમ હ્યુસ્ટનના એનઆરજી ફૂટબોલ ગ્રાઉન્ડમાં યોજાશે. તેની ક્ષમતા ૫૦ હજાર લોકોની છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમે સીટ બુક થઈ જતાં નોંધણી બંધ કરી દીધી છે. જો કે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વિશેષ લોકો માટે નોંધણી ૨૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દક્ષિણ અમેરિકામાં હાઉડી એ અંગ્રેજી હાઉ ડુ યુ ડુનું સંક્ષિપ્ત ઉચ્ચારણ છે. તેનો ઉપયોગ દોસ્તીભર્યા સંબંધમાં કરવામાં આવે છે. હાઉડી મોદી કાર્યક્રમ માટે કોઈ ફી રાખવામાં આવી નથી. મોદી યુએન મહાસભાને ૨૭ સપ્ટેમ્બરે સંબોધન કરવા અમેરિકાના પ્રવાસે જઈ રહ્યાં છે. અમેરિકી સેનેટર જોન કોર્નીને કહ્યું કે ટેક્સાસમાં હજારો ભારતીય અમેરિકીઓ તરફથી અને સેનેટ ઇન્ડિયા કોક્સના સહ અધ્યક્ષ તરીકે તેઓ પણ વડાપ્રધાન મોદીના હ્યુસ્ટનમાં સ્વાગતની રાહ જોઈ રહ્યાં છે.

અમેરિકામાં મોદીનો ત્રીજો મોટો કાર્યક્રમ ૨૦૧૪માં વડાપ્રધાન બન્યા પછી મોદી દ્વારા ભારતીય સમુદાયને સંબોધિત કરવાનો આ ત્રીજો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ અગાઉ ૨૦૧૪માં ન્યૂયોર્કના મેડીસન સ્ક્વેર ગાર્ડનમાં અને ૨૦૧૬માં સિલિકોન વેલીમાં મોદીએ ભારતીયોને સંબોધન કર્યું હતું. આ બંને કાર્યક્રમમાં ૨૦-૨૦ હજાર લોકો સામેલ થયા હતા. કાર્યક્રમના આયોજન માટે ૧૦૦૦ સ્વયંસેવક અને ૬૫૦ જેટલા સંગઠનોનો સહયોગ લેવાઈ રહ્યો છે. ટેક્સાસ ઇન્ડિયા ફોરમના ક્ધવીનર જુગલ માલાણીએ કહ્યું કે મોદીના સંબોધન પહેલાં શેર ડ્રીમ, રાઈટ ફ્યુચરના નામે એક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ થશે. તેમાં કલાકાર પોતાની કલા બતાવશે અને સાથે જ ભારતીય અમેરિકીઓના યોગદાનની માહિતી મળશે.Bn Oj875 Indmod P 20160608121648

હ્યુસ્ટન શહેર ખાતે ભારતીય મુળનાં ૫ લાખ અમેરિકીઓની વસ્તી રહેલી છે. આ શહેર ઉર્જા માટે વિશ્ર્વભરમાં ખુબ જ પ્રસિઘ્ધ છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે હ્યુસ્ટન શહેર અગ્ર ક્રમ પર આવે છે ત્યારે ભારત સાથે અમેરિકી દેશ કેવી રીતે ઉર્જા ક્ષેત્રે કામગીરી કરી શકે તે દિશામાં પગલા પણ લેવામાં આવી રહ્યા છે. યુનાઇટેડ સ્ટેટ માટે ભારત કિ-સિકયોરીટી અને આર્થિક ભાગીદાર હોવાનું પણ સામે આવ્યું છે તેમ યુ.એસ.નાં સેનેટર ઝોન કોર્નીયને જણાવ્યું હતું. આગામી માસમાં યોજાનારી ઈવેન્ટ ભારત અને હ્યુસ્ટન વચ્ચે સારા સંબંધો પ્રસ્થાપિત કરશે તેવી પણ આશા સેવાઈ રહી છે. હ્યુસ્ટન સાથે ભાગીદારી કરનાર દેશોમાં બ્રાઝીલ, ચાઈના, મેકિસકો અને ભારતનો સમાવેશ થાય છે. ૨૦૦૯ થી ૨૦૧૮ સુધી ભારત અને હ્યુસ્ટન વચ્ચે વાર્ષિક વ્યાપાર યુ.એસ. ડોલર ૪.૮ બિલીયનનો રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલાની સભા અમેરિકામાં ખુબ જ સારી રીતે યોજાય ચુકી છે જેમાં ૨૦૧૪માં ન્યુયોર્ક ખાતે આવેલા મેડિસન સ્કવેર ગાર્ડન તથા ૨૦૧૬માં સિલિકોનવેલી ખાતે અંદાજીત ૨૦ હજારથી વધુ લોકોએ તેમનાં વ્યાખ્યાનનો લાભ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.