Abtak Media Google News

હજારો વર્ષ જુની પરંપરા મુજબ હિન્દુ ધર્મમાં 16 સંસ્કારો પૈકીનું ખુબ જ મહત્વ રહ્યું. યજ્ઞોપવિત સંસ્કારનું માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ખુબ મહત્વ રહ્યું છે. પ્રાચીનકાળમાં જનોઇ ધારણ કર્યા પછી જ બાળકને શિક્ષા પ્રાપ્ત કરવાનો અધિકાર મળતો હતો. શાસ્ત્રોમાં યજ્ઞપવિત, વ્રતબંધ, બળબંધ, મોનીબંધ, ઉપવીત, ઉપનયન, બ્રહ્મસૂત્ર, જનોઇ વગેરે કહેવામા આવે છે. વેદોમાં પણ જનોઇ ધારણ કરવાની અમુક શિખામણ આપવામાં આવી છે. ‘ઉપનયન’નો અર્થ છે પાસે અથવા નજીક લઇ જવું અહીં નજીક લઇ જવાનો અર્થ બ્રહ્મ અને જ્ઞાનની નજીક લઇ જવાની વાત ધાર્મિક બાબતમાં દ્રષ્ટિ કરી છે.

તો જનોઇ શું છે? તમે જોયું હશે કે ઘણા લોકો ડાબા ખાભાથી જમણી તરફ એક કાચો દોરો વીટે છે. આ દોરાને જનોઇ કહેવામાં આવે છે. જનોઇ ત્રણ દોરાવાળુ એક સૂત્ર હોય છે. તેને સંસ્કૃત ભાષામાં ‘યજ્ઞોપવિત’ કહેવાય છે. જનોઇ મુખ્ય રૂપથી ત્રણ સૂત્ર હોય છે દરેક સૂત્રમાં ત્રણ દોરા હોય છે. પહેલા દોરા તેમાં ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતિક છે. બીજો દોરો દેવઋણુ, પિતૃઋણ અને ઋષિ ઋણ ને દર્શાવે છે અને ત્રીજો દોરો સત્વ, રંજ, ગાયત્રી મંત્રના ત્રણ ચરણો દર્શાવે છે.

નવ તાર યજ્ઞોપવિતના એક એક તારમાં ત્રણ-ત્રણ તાર હોય આ નવ દોરામાં એક મુખ, બેનાસિકા, બે આંખ, બેકાન, મળ અને મૂત્રના બે દરવાજા આ તમામને વિકાર રહિત રાખવા માટે હોય છે. પાંચ, ગાંઠ, યજ્ઞોપવિતમાં ત્રણ કે પાંચ ગાંઠ વાળવામાં આવે છે. જે બ્રહ્મ, ધર્મ, અર્ધ કામ અને મોક્ષનું અથવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશનું પ્રતિક છે. આ પાંચ યજ્ઞો પાંચ જ્ઞાનેન્દ્રિઓ અને પંચ કામેન્દ્રીય પણ દર્શાવે છે. વૈજ્ઞાનિક રીતે જનોઇ ધારણ કરવાના ઘણા લાભ બતાવ્યા છે ધાર્મિક રીતે નિત્યકર્મ કરતા પહેલા જનોઇને  કાન ઉપર વીટવું ફરજીયાત છે. વાસ્તવમાં આવું કરવાથી પાછળની બે નર્સો, જેમનો સંબંધ પેટના આંતરડા કિડની સાથે હોય તેના ઉપર દબાણ આવવાથી તેને પુરુ ખોલી  દે છે. જેનાથી કબજીયાતની સમસ્યા રાહત મળે છે. અને શરીર સ્વસ્થ રહે છે.

ઉપરાંત એસિડીટી, પેટ સંબંધીત રોગ, બ્લડ પ્રેસર, હ્રદય સંબંધીત અનય સંક્રમણ નથી થતા જનોઇ પહેરવાવાળા વ્યકિત નિયમોમાં બંધાયેલા હોય છે અને નિત્યકર્મ પછી પોતાની જનોઇ ઉતારી નથી શકતો જનોઇના કોઇ તાર તૂટીજાય કે જન્મ-મૃત્યુના સૂતક પછી જનોઇને બદલાવવાની પરંપરા પણ છે. તેમજ કાનમાં જનોઇ વીંટવાથી વ્યકિતમાં સૂર્ય નાડી જાગૃત થાય છે. જેથી પાચન શકિત ને પણ બળ મળે છે.

એમ કહેવાય છે કે વ્યકિતનો પહેલો જન્મ માતાના ઉદરમાં થાય છે. જયારે યજ્ઞોપવિત ધારણ કર્યા બાદ વ્યકિતનો બીજો જન્મ થાય છે. યજ્ઞોપવિત સંસ્કાર દ્વારા એ ખરાબ સંસ્કારોનું મારણ કરી શુભ સંસ્કારોને સ્થાઇ કરી છે. માટે યજ્ઞોપવિત ધારણ કરનારને ‘વીજ’ કહેવાય છે સામાન્ય રીતે યજ્ઞોપવિત સંસ્કાર બાળકની આઠ વર્ષની ઉમરે કરવાનું શાસ્ત્રમાં જણાવે છે.  અમુક સમાજમાં મહિલા પણ જનોઇ ધારણ કરે છે. વૈદિક કાળમાં જે વ્યકિતનો ધાર્મિક વિધિ અનુસાર યજ્ઞોપવિત સંસ્કાર ન થયો હોય એમને દ્વિજત્વથી પલિત મનાતો અને ધાર્મિક તથા સામાજીક વિશેષાધિકાર થી વંચિત રખાતો ઉપનયન સંસ્કાર આપવાની વિધી ભારે ધામધુમ થી ઉજવવામાં આવે છે. વૈદિક કાળમાં ઉપનયન સંસ્કર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એમ ત્રણેય વર્ણના દરેક સંતાનોને અપાતી જયારે આજે આ સંસ્કાર બ્રાહ્મણો સહિત અમુક જ્ઞાતિ પૂરતો સીમીત થઇ ગયો છે. વર્તમાન સમયમાં આ સંસ્કાર કેળવ સામાજીક રૂઢિના પાલન માટે જ કરવામાં આવી રહ્યો તેવું જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.