Abtak Media Google News

બે આઈ ડી પરથી ગાળો આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા પોલીસે ગુનો નોંધ્યો

શહેરમાં કાયદો અને વ્યસ્થાની સ્થિતિ જાણે કથરી રહી હોઈ તેમ દીન પ્રતિદિન ગુના ખોરીની ગ્રાફ સતત ટોચ પર જઈ રહ્યો છે.ત્યારે વધુ એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.જેમાં એક યુવાને તેના ઈન્સ્ટાગ્રામ આઇ ડી પર એક રિલ પોસ્ટ કરી હતી.જેમાં બે આઇ ડી દ્વારા તેને ખરાબ કોમેન્ટ કરી ગાળો આપવામાં આવી હતી.અને એક આઈડી પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી આપતા તેને યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધવી છે.

વિગતો મુજબ રેયા ગામમાં રહેતા અને ધ્રોલની નુરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધર્મિકભાઈ દિનેશભાઈ પરમારે યુનિવર્સિટી પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઇ તા. 27મેના રોજ રાત્રે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ આઇડી ઉપર એક રીલ પોસ્ટ કરી હતી. બીજા દિવસે સવારે જોતા તેમાં વિશુભા-81 નામની આઈડી પરથી ખૂબ જ ખરાબ કોમેન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત જ્ઞાતિ પ્રત્યે પણ અપમાનિત કરવામાં આવ્યો હતો. તેણે મેસેજ કરી કોન્ટેક્ટ નંબર મેળવવાનો પ્રયાસ કરતો તેને ગાળો ભાંડી એવો મેસેજ કર્યો હતો કે હું પીએસઆઈનો ભાણેજ છું.

એકવાર હાથમાં આવ મારી નાખીશ. તારા બાપને પણ ખબર નહી પડે. જ્યારે અજયસિંહ જાડેજા-90 નામની આઈડીમાંથી પણ ગંદી કોમેન્ટ કરવામાં આવી હતી. તેણે વધુ માહિતી માટે હેલ્લોનો મેસેજ કરતા સામા છેડેથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો હતો. જેથી બંને આઈડીના ધારકો વિરૂધ્ધ ગાંધીગ્રામ પોલીસ મથકમાં ખૂનની ધમકી અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ફરિયાદ કરતા પોલીસે બંને આરોપી વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.