સાંસદ મોહનભાઈ કુંડારીયાની ગ્રાન્ટમાંથી મહાનગરપાલિકાને ત્રણ એમ્બ્યુલન્સ અર્પણ

0
179

હાલની કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી રાજકોટના માન.સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રૂ.35.82 લાખના ખર્ચે રાજકોટ મહાનગરપાલિકાને આજ તા.04/05/2021ના રોજ 3 એમ્બ્યુલન્સ ફાળવેલ છે. જે પૈકી 2 ફોર્સ તથા એક ટાટા કંપનીની એમ્બ્યુલન્સ ફાળવેલ છે. હાલમાં કોર્પોરેશન પાસે 12 એમ્બ્યુલન્સ કાર્યરત છે. તેમાં 3 એમ્બ્યુલન્સનો વધારો થતા કુલ 15 એમ્બ્યુલન્સ થયેલ છે. હાલની કોરોનાની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સનો વધારો થતા રાજકોટ શહેરના નગરજનોને તેનો લાભ મળશે.

માન.સાંસદ મોહનભાઈ કુંડારીયાએ રાજકોટ મહાનગરપાલિકાને 3 એમ્બ્યુલન્સ ફાળવવા બદલ મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અગ્નિશામક દળ કમિટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાએ આભાર વ્યક્ત કરેલ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here