- કાર્યક્રમનું સંચાલનના અગ્રણી, જીતેન્દ્ર ઠાકર અને આભારવિધિ મંડળનાં અગ્રણી દ્વારા કરાયું
- ત્રણ દિવસ સુધી રાત્રે લોકડાયરો,સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમો યોજાયા હતા
ઉનાનાં આમોદ્રા ગામે દડવા રાંદલ માતાજીનાં નૂતન મંદિર જીર્ણોદ્ધાર અને મૂર્તિ પ્રતિષ્ઠાનો ત્રિ- દિવસીય કાર્યક્રમ સંપન્ન થયો છે. તેમજ તમામ શ્રદ્ધાળુઓ માટે ત્રણ દિવસ મહાપ્રસાદ,ગૌ વંશને ચારો, પક્ષીઓને ચણ, અને શ્વાનને રોટલા તેમજ સાધુ સંતો અને સમાજ સેવકો, દાતાઓનાં સન્માન જેવા વિવિધ કાર્યો હાથ ધરાયા હતા. આ ઉપરાંત ત્રણ દિવસ સુધી રાત્રે લોકડાયરો,સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ મુંબઈ નિવાસી અજિત જોશી પરિવારના મુખ્ય યજમાન પદે અને ગામનાં દાતાઓનાં પેટા યજમાન પદે ભવ્ય અને આસ્થા સભર વાતાવરણમાં યોજ્યો હતો. તેમજ સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન વિપ્ર અગ્રણી, જીતેન્દ્ર ઠાકર અને આભારવિધિ મંડળનાં અગ્રણી કાર્યકર રોહિત ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ઉનાનાં આમોદ્રા ગામે દડવા રાંદલ માતાજી નાં નૂતન મંદિર જીર્ણોદ્ધાર અને મૂર્તિ પ્રતિષ્ઠા નો ત્રિ દિનાત્મક કાર્ય ક્રમ પૂર્ણ થયો છે. જેમાં ગામસમસ્ત ધુવાડાબંધ અને તમામ શ્રદ્ધાળુઓ માટે ત્રણ દિવસ મહાપ્રસાદ,ગૌ વંશ ને ચારો, પક્ષીઓનેચણ, અને શ્વાન ને રોટલા તેમજ સાધુ સંતો અને સમાજ સેવકો, દાતા ઓ નાં સન્માન જેવા ત્રિવિધ કાર્યો હાથ ધરાયા હતા. ત્રણ દિવસ સુધી રાત્રે લોકડાયરો,સંતવાણી અને રાસ ગરબાના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો હતો.
ઊનાનાં આમોદ્રા ગામે વગડામાં બિરાજમાન અતિ પુરાતન એવા દડવા રાંદલ મંદિરનો જીર્ણોદ્ધાર અને નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ નો ત્રિ દિવસીય ધાર્મિક કાર્ય ક્રમ મુંબઈ નિવાસી માતાજીનાં પરમ સેવક અજિત જોશી પરિવારના મુખ્ય યજમાન પદે અને ગામનાં દાતાઓનાં પેટા યજમાન પદે ભવ્ય અને આસ્થા સભર વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો.
ત્યારે કાર્યક્રમનાં મુખ્ય આચાર્ય તરીકે વિદ્વાન શાસ્ત્રી હિતેશ જોશી અને વિદ્વાન ભૂદેવો એ વેદોક્ત વિધિ અનુસાર યજ્ઞ અને પ્રતિષ્ઠા વિધિ સંપન કરાવી હતી. આમોદ્રા ગામ સમસ્ત અને દડવા રાંદલ સેવક મંડળનાં સહયોગ અને અથાક પ્રયત્નો થી સંપન થયેલ આ કાર્યક્રમ દરમ્યાન ગ્રામજનો ની માતાજી પ્રત્યેની અનેરી શ્રધ્ધા અને એકતાનાં દર્શન થતા જોવા મળ્યા હતા. આ સાથે જ સમગ્ર કાર્યક્રમનું આગવી શૈલીમાં સંચાલન વિપ્ર અગ્રણી અને પત્રકાર જીતેન્દ્ર ઠાકર દ્વારા અને આભારવિધિ મંડળનાં અગ્રણી કાર્યકર રોહિત ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.