Abtak Media Google News

સગીરાની સગી માતાની મદદથી આરોપીએ દુષ્કૃત્ય આચરેલ હતું: સરકારી વકીલ ડોબરીયાની રજૂઆત


અબતક, જીતેન્દ્ર આચાર્ય

ગોંડલ

ગોંડલ તાલુકાના પાટ ખીલોરી ગામે 16 વર્ષની સગીરા ઉપર તોલીયા ઉર્ફે તોરપીંગ (શંકર) નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો બળાત્કારીને મદદ કરનાર સગીરાની સગી માતા કાજલબેન રમેશભાઇ ગાયજન તથા અન્ય આરોપી નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરને દસ વર્ષ કેદની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમારી છે.

આ કેસની હકિકત એવી છે કે ગોંડલ તાલુકાના પાટખીલોરી વિસ્તારમાં રહેતી સગીરાને ઘરે તોલીયા ઉર્ફે તોરપીંગ (શંકર) નામનો વ્યકિત અવાર-નવાર આવતો હોય અને સગીરાની માતા કાજલબેન રમેશભાઈ ગાયજન તથા અન્ય નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કરની મદદગારીથી તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર) સગીરા સાથે અવારનવાર શરીર સબંધ બાંધેલ હતો . જેને કારણે સગીરા ગર્ભવતી થયેલ અને એક પુત્રનો આપ્યો હતો.

આ અંગે સગીરાએ તેની સાથે દુષ્કર્મ કરનાર તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર) સામે તાલુકા પોલીસ મા ફરીયાદ કરી હતી.વધુ મા તેણી ની માતા કાજલબેન તથા નાથાભાઇ ભીખાભાઇએ મદદગારી કરી હોવા નું પોલીસ ફરીયાદ મા જણાવ્યું હોય પોલીસે આરોપીઓ સામે પોસ્કો એકટની કલમ 58 જે, તથા 16, 17 તેમજ આઇપીસી કલમ 376 વિગેરેની ફરીયાદ કરી હતી.

ત્યારબાદ પોલીસ દ્વારા સગીરાની માતા તથા મદદ કરનાર તેમજ સગીરા સાથે દુષ્કર્મ કરનાર તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર) ની ઘરપકડ કરવામાં આવેલ અને કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી.

ઉપરોકત કેસ પોકસો અદાલતમાં પુરાવા ઉપર આવતા સરકારી વકીલ ઘનશ્યામ કે ડોબરીયા દ્વારા સરકાર તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ તથા કુલ 20 સાહેદોને તપાસવામાં આવેલ અને પુરાવા રેકર્ડ ઉપર લેવામાં આવેલ અને ભોગ બનનારની જુબાની તથા અન્ય સાહેદોની જુબાની ધ્યાને રાખી તેમજ સરકારી વકીલ ઘનશ્યામ કે. ડોબરીયા ની દલીલો ધ્યાને રાખી આરોપીઓ તોલીયા ઉર્ફે તોરસીંગ (શંકર), કાજલબેન રમેશભાઇ ગાજન, નાથાભાઇ ભીખાભાઇ ભાસ્કર આરોપીઓને પોસ્કો એકટની કલમ 58 જે, તથા 16, 17 તેમજ આઇપીસી કલમ 376 વિગેરેના ગુન્હામાં તકસીરવાન ઠરાવી સેશન્સ જજ્જ વી કે. પાઠકે દસ વર્ષની કેદની સજા ફરકારી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.