Abtak Media Google News

ત્રણેય મૃતકો બાવળા ખાતેની ખાનગી કંપનીના કર્મચારી હોવાની શંકા: કાર ચીરીને પોલીસે ત્રણેય મૃતદેહ બહાર કાઢયા

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર રોજબરોજ નાના મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે પરંતુ અનેક વાહન ચાલકોની જિંદગી અકસ્માત બાદ મોતમાં હોમાતી હોય છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી હાઇવે ઉપર અકસ્માત નો વણઝાર સર્જાઈ જતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના કાનપર ગામના પાટીયા નજીક વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે. ત્રણેય મૃતકો બાવળા પાસેની ખાનગી કંપનીના કર્મચારી હોવાની શંકા સાથે ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

ત્યારે વહેલી સવારે પરોડીયા અકસ્માત સર્જાયો છે બંધ પડેલ ડમ્પર પાછળ કંપનીના કર્મચારીઓને કંપનીમાં લઈ જતી ખાનગી કાર ડમ્પર પાછળ ઘૂસી ગઈ છે અને ઘટના સ્થળે જ ત્રણ લોકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે અકસ્માતની ઘટના બાદ હાઇવે ઉપર લાંબી વાહનોની કતારો લાગી છે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતા  તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો છે અને ત્યાં ડોક્ટરી ટીમ દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે

ત્યારે બાવળા નજીક આવેલ ખાનગી કંપનીના કર્મચારીઓને કંપનીમાં કામ અર્થે કાર લઈ જઈ રહી હતી તે સમયે કાનપરના પાટિયા પાસે રાત્રી દરમિયાન બંધ પડેલ ટ્રક વગર પાર્કિંગ લાઈટ આપી અને ઉભો હતો અને કારના ડ્રાઇવરને આ કોઈ પણ પ્રકારે ટ્રક ઉભો છે તેની ભાડ ન થતા ટ્રકની પાછળ ધડાકા ભૈર કાર ઘૂસી જવા પામી છે ત્યારે ઘટના સ્થળે ત્રણ યુવકોના મોત નીપજવા પામ્યા છે ત્યારે આ બાબતની જાણકારી પોલીસ તંત્રને થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને ત્રણેયની ડેડબોડીને કારના પતરા ચીરી અને બહાર કાઢવામાં આવી છે.

ત્યારે 108 મારફતે તમામની ડેડબોડીને પીએમ માટે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી છે ત્યારે ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ખાસ કરી વધુ અમદાવાદ રાજકોટ હાઇવે ઉપર આ અકસ્માત સર્જાયો છે ગોઝારો અકસ્માત સાબિત થયો છે ત્રણ યુવકોના જીવ આ અકસ્માતે લઈ લીધા છે અન્ય એક યુવકને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેની હાલત પણ હાલમાં સ્થિર હોવાનું ડોક્ટરી ટીમ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે..

ખાસ કરીને બાવળા જીઆઇડીસીમાં અનેક નાની મોટી ફેક્ટરીઓ આવેલી છે ત્યારે આજુબાજુના ગ્રામીણ વિસ્તારોના લોકો રોજગારી માટે બાવળા જીઆઇડીસીમાં જતા હોય છે ત્યારે જીઆઇડીસીના કારખાનાઓના માલિકો દ્વારા આવા રોજગાર અને કર્મચારીઓને લાવવા મુકવાની વ્યવસ્થા ના ભાગ સ્વરૂપે એક કારની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે અને વહેલી સવારે આ કાર કર્મચારીઓને લઈ આવે અને મોડી સાંજે આજ કાર કર્મચારીઓને પરત મૂકી આવે તેવી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવતી હોય છે ત્યારે કાન પરના પાટિયા નજીક બાવળા જીઆઇડીસી ના કર્મચારીઓને લેવા જઈ રહેલી કાર બંધ ટ્રક પાછળ ઘૂસી જવા પામી છે જેને લઇને ઘટના સ્થળે ત્રણ યુવકોના મોત નીપજવા પામ્યા છે.

સામાન્ય રીતે હાઇવે ઉપર બંધ પડેલા ટ્રક વારંવાર અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે કાન પર નજીક બંધ પડેલ ડમ્પર પાછળ કાર ઘુસી જતાં ઘટના સ્થળે જ ત્રણ યુવકો ના મોત નીપજવા પામ્યા છે ત્યારે હાઇવે ઉપર કલ્પાત સર્જાઈ જવા પામ્યો છે જોકે પોલીસ તંત્રને આ બાબતની જાણકારી થતા પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી ગયું છે અને તાત્કાલિક પણે ત્રણેયની ડેડબોડીને 108 મારફતે લીમડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે ત્યારે ધડાકા ભેર આ કાર બંધ પડે ડમ્પર સાથે અથડાવવાના પગલે ત્રણેય મૃતકોની ડેડબોડીને કારની બોડી ચીરી અને બહાર કાઢવામાં આવી છે અને ત્યારબાદ હોસ્પિટલ ખાતે પીએમ માટે કસરવામાં આવી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં  15 દિવસમાં 6 યુવકોને જીવ ગુમાવ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં ડમ્પરો કાળ મુખા સાબિત થઈ રહ્યા છે ત્યારે છેલ્લા 15 દિવસ રાત્રિ દરમિયાન ચાલતા ડમ્પર હોય એ છ યુવકોનો જીવ લઈ લીધો છે સૌ પહેલા લખતર તાલુકાના કડુ ગામ પાસે આશરે 15 દિવસ પહેલા બાઈક લઇ અને પસાર થઈ રહેલા ત્રણ યુવકો ટ્રક પાછળ ઘૂસી જતા ત્રણેય યુવકોના નીપજ્યા હતા મોત ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી કાનપર ના પાટીયા નજીક બંધ ડમ્પર પાછળ કાર ઘૂસી જતા વધુ ત્રણ યુવકના મોત નીપજવા પામ્યા છે ત્યારે રાત્રિ દરમિયાન હાઇવે ઉપર બંધ પડેલા ડમ્પરો કાળ મુખા સાબિત થઈ રહ્યા છે છેલ્લા 15 દિવસમાં છ લોકોએ ડમ્પર પાછળ ઘૂસી જવાના કારણે જીવ ગુમાવ્યો છે.

બેફામ દોડતા ડમ્પરો પર લગામ ક્યારે?

સુરેન્દ્રનગર જિલ્લામાં સાંજે 6:00 વાગ્યાથી લઈ અને સવારે 6:00 વાગ્યા સુધી કોઈપણ પ્રકારની ખનીજની હેરાફેરી ન કરવા અંગેની સૂચના જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા આપવામાં આવી છે અને આ મામલે જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં રાત્રિ દરમિયાન ખનીજ માફીઆઓ દ્વારા બેફામ ડમ્પરો દોડાવવામાં આવી રહ્યા છે એક તરફ રાત્રિ દરમિયાન ખનીજ ભરેલા ડમ્પરો દોડતા હોવાના કારણે વારંવાર અકસ્માત સર્જાયા કરતા હોય છે ત્યારે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરનામાનો સરેઆમ ભંગ થઈ રહ્યો છે ત્યારે આ મામલે પોલીસ કામગીરી ઉપર પણ સવાલ ઉદ્ભવી રહ્યા છે કારણ કે જાહેરનામાનો અમલ પોલીસ તંત્રને કરાવવાનો હોય છે ત્યારે ખનીજ ભરેલા ડમ્પરો લોકોના જીવ લઈ રહ્યા છે હવે ક્યારે પોલીસ તંત્ર આ મામલે લગામ લગાવશે તે પણ એક સવાલ ઉદ્ભવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.