Abtak Media Google News

ખાનગી કંપનીમાં કામ પરથી ઘરે જતી વેળાએ રિક્ષાને અજાણ્યા વાહન ઠોકર મારી ચાલક ફરાર

અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રોજબરોજ નાના-મોટા અકસ્માતો સર્જાયા કરતા હોય છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી હાઇવે અને ધ્રાંગધ્રા હાઈવે ઉપર અકસ્માતોના બનાવો સતત વધતા જઈ રહ્યા છે અનેક લોકોના જીવ પણ આ અકસ્માતમાં હોમાયા છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા કચ્છ હાઇવે ઉપર ચુલી ગામ પાસે અકસ્માત સર્જાયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સીએનજી રીક્ષા ને કોઈ અજાણ્યા વાહને હડફેટે લીધી છે જેને લઇને ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજ્યા છે મળતી વિગત અનુસાર ગત મોડી રાત્રે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે એક રિક્ષાને  કચ્છ તરફ જતા અજાણ્યા વાહન દ્વારા  ટક્કર મારતા અકસ્માત થયો  હતો. જેમાં રિક્ષામાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં એક પુરુષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.જ્યારે બે મહિલાઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેને 108 દ્વારા  ધ્રાંગધ્રા સરકારી  હોસ્પિટલ લાવવામાં  આવ્યો હતો. જેમાં એક મહિલાને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો. બનાવની જાણ થતા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ હોસ્પિટલ પહોચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર તેમજ ઇજાગ્રસ્ત લોકો ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામના છે. ખાનગી કંપનીમાં કામ કરતા આ મહિલાઓ કામ કર્યા બાદ પરત ફરતા હતા ત્યારે આ ઘટના બની હતી.

ત્યારે આ મામલે ધાંગધ્રા ડીવાયએસપી અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જવા પામ્યો છે આગળની પોલીસ તપાસની કામગીરી હાથ ધરી છે તેવા સંજોગોમાં અજાણયા વાહન માં ખાનગી ટ્રાવેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, જોકે હાલમાં ટ્રાવેલ્સ ફરાર બની જવા પામી છે કે આ મામલે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે હાઇવે ઉપરના સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અકસ્માત સર્જી નાશી છૂટેલ વાહનની સીસીટીવી આધારે પોલીસ તપાસ

સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ચુલી ગામ નજીક સીએનજી કાર અને ખાનગી વાહન વચ્ચે અકસ્માત સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં ખાનગી ટ્રાવેલ્સ હોવાનું બહાર આવ્યું છે તેવા સંજોગોમાં આ મામલે અકસ્માત સર્જી અને મોટુ વાહન ફરાર બની જવા પામ્યો હોવાનું પણ ગ્રામજનો તથા જોયેલ વ્યક્તિઓ દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું છે ત્યારે આ મામલે ધ્રાંગધ્રા કચ્છ હાઇવે ઉપર ની હોટલના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણ લોકોના મોત: બે ને ઇજા

અકસ્માતમાં જીવા ગામનાં હિતેશભાઈ પ્રભુભાઈ સાબરીયા  ઉંમર 19 વર્ષ, નંદુબેન ઘનશ્યામભાઈ પરમાર ઉંમર 19 વર્ષ, પુષ્પાબેન  મનસુખભાઈ વાણિયા ઉંમર 18 વર્ષ મોત નિપજવા પામ્યું છે ત્યારે હાઇવે ઉપર લોહીની નદીઓ વહેવા લાગી હતી અને પોલીસ ઘટના સ્થળે દોડી જઇ અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી અને મૃતકને પી.એમ.માટે ધાંગધ્રા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

ઘટના સ્થળે ત્રણ લોકોના મોત નિપજવા પામ્યું છે ને બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે. જેમાં એક યુવકને સારવાર માટે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો છે અને અન્ય એક જે ઇજાગ્રસ્ત પારૂલબેન ઘનશ્યામભાઈ પરમાર નામની યુવતી છે તેને સુરેન્દ્રનગર ખાતે સારવાર માટે લાવવામાં આવી છે અને આ મામલે બંનેની તબિયત સ્થિર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.