સિટી પેલેસ હોટલમાંથી ત્રણ શખ્સો વિદેશી દારૂ સાથે ઝડપાયા

અબતક,રાજકોટ

બસ સ્ટેશન પાછળ આવેલા સિટી પેલેસ હોટલના રૂમ નંબર 207માં ગેસ્ટ તરીકે આવેલા પોરબંદરના ત્રણ શખ્સો પાસે વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે દરોડો પાડી રૂા.32 હજારની કિંમતની 106 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણેય શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સિટી પેલેસ હોટલ રૂમ નંબર 207માં આવેલા પોરબંદરના પ્રકાશ માવજી પાંજરી, ભાવિક ધનજી ચામડીયા અને હેમેન્દ્ર મોહન ડાભી નામના શખ્સોને બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવી, પીએસઆઇ એસ.વી.સાખરા, હેડ કોન્સ્ટેબલ ધીરેન માલકીયા, હિરેન સોલંકી, સંજય ચાવડા અને દિપક ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી રૂા.32 હજારની કિંમતની 106 બોટલ વિદેશી દારૂ સાથે ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે. વિદેશી દારૂ કયાંથી લાવ્યા અને કોને આપવા આવ્યા હતા તે અંગેની પૂછપરછ માટે ત્રણેયને રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.