Abtak Media Google News

 

પ્રજાસત્તાક પર્વ નિમિતે ભુજ ખાતે બટાલિયન બોર્ડરવિંગ હોમગાર્ડઝ કચેરી ખાતે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓની લાંબી પ્રશંસનીય કામગીરી બદલ  સેવાની કદરરૂપે   રાષ્ટ્રપતિના પ્રજાસત્તાક દિન 2023ના ચંદ્રક માટે પસંદગી કરાઇ છે.

પસંદગી પામેલ  અનિલકુમાર છોટાલાલ ગાંધી – (સુબેદાર સ્ટાફ ઓફિસર) નં.2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષે 1989માં હવાલદાર એકાઉન્ટન્ટની જગ્યા પર ભરતી થયેલ તેઓને વર્ષ-2001માં નાયબ સુબેદાર પ્લાન કમાન્ડરમાં બઢતી મળેલ તથા વર્ષ-2021માં સુબેદાર સ્ટાફ ઓફિસર (વર્ગ-ર)માં બઢતી મળેલ છે.

દિલીપસિંહ જટુભા જાડેજા (સુબેદાર કંપની કમાન્ડર) નં. 2 બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષ 1990માં નાયક કલાર્કની જગ્યાએ ભરતી થઇ ત્યારબાદ ઉતરોતર બઢતી મળતાં 2001માં હવાલદાર કવાટર માસ્ટર, વર્ષ- 2010માં નાયબ સુબેદાર પ્લાટૂન કમાન્ડર તથા વર્ષ-2022માં સુબેદાર કંપની કમાન્ડર (વગે-ર)માં બઢતી મળેલ છે.  રતનભાઇ કાળાભાઇ ભદ્રુ (હવાલદાર કવાટર માસ્ટર) – નં.ર બટાલિયન બોર્ડરવિંગ ભુજ ખાતે વર્ષ 1989માં વર્ગ-4ની જગ્યાએ ભરતી થયા બાદ વર્ષ 2010માં નાયક કલાર્કની જગ્યાએ નિમણુંક આપવામાં આવેલ ત્યાર બાદ વષ્ર -2017માં હવાલદાર કવાટર માસ્ટરમાં બઢતી મળેલ છે. આ એવોર્ડ મળવા બદલ આ ત્રણે કર્મચારીઓને પશ્ચિમ કચ્છ એસ.પી તથા બટાલિયન કમાન્ડન્ટ  સૌરભસિંઘે અભિનંદન પાઠવ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.