Abtak Media Google News

ત્રંબા ગામે વડાળી રોડ પર બાપા સીતારામના ઓટો પાસે હકાભાઈ પરબતભાઈ બાવળીયા અને જીજ્ઞેશ અરવિંદભાઈ ગુજરાતી વિનોદભાઈ અરવિંદભાઈ ગુજરાતી અને અશ્ર્વીન મહેશભાઈ ગુજરાતી વચ્ચે વોટસેપમાં ફોટા મૂકવા બાબતે બોલાચાલી થતા હકાભાઈ પરબતભાઈ બાવળીયા ને છરી વડે જીવલેણ ગંભીર પ્રકારની ઈજાઓ કરી સંજયભાઈના ઘરની ઘર વખરીની તોડફોડ કરી નુકશાન કરી હતી.

આ અંગેની ફરિયાદ હકાભાઈ બાવળીયાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં કરેલી અને આ કામમાં ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી અને ચાર્જશીટ કરી હતી જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ કેસમાં ૧૮ દસ્તાવેજી પૂરાવા તથા ૧૧ સાહેદોને તપાસમાં આવેલા હતા.

કેસની સુનાવણી ચાલી જતા અદાલતમાં બંને પક્ષોની દલીલ તેમજ હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના ચૂકાદાઓને ધ્યાને લઈ તેમજ આ કામના સાહેદોની વિગતવાર ઉલટ તપાસ કરવામાં આવેલી જે તમામ હકિકતોને તથશ સંજોગોને ધ્યાનમાં લઈ તમામ આરોપીઓને સેશન્સ કોર્ટે નિદોર્ષ છોડી મૂકવાનો હુકમ કરેલો છે.

આ કામમાં આરોપીઓ વતી ધારાશાસ્ત્રી રઘુવીરસિંહ બસીયા તથા ડી.એલ. ચાવડા રોકાયેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.