Abtak Media Google News

આહીર સાળા- બનેવીને સમાધાન માટે ત્રણ શખ્સોએ બોલાવી  ધોકાથી ફટકારી ૬ કારટીસ  ભરેલી રિવોલ્વર આંચકી લીધી ; ચાર દિવસ સુધી આહીર મિત્રો વચ્ચે સમાધાન ન થતા અંતે  યુવાને લૂંટની ફરિયાદ નોંધાવી

શહેરના રૈયા રોડ દ્વારકેશ પાર્કમાં રહેતો આહિર યુવાન પોતાના બનેવીને તેના મિત્ર સાથે થયેલી માથાકુટમાં  બનેવીના મિત્રને ઇન્દિરા સર્કલ પાસે મળવા ગયો હતો.જ્યાં ચાર શખ્સોએ મારમારી આહિર યુવાનની લાયસન્સ વાળી છ કાર્ટીસ સાથેની રૂ. ૭૫ હજારની રિવોલ્વર લૂંટી લીધા અંગેની ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લૂંટના બનાવ અંગે  રૈયા રોડ પર દ્વારકેશ પાર્ક સોસાયટી શેરી નં. ૬માં પુષ્કર ખાતે રહેતાં અને પરાપીપળીયા ગામે ખેતી ધરાવતાં હિતેષ અમરાભાઇ હુંબલ (આહિર) (ઉ.વ.૩૩)ની ફરિયાદ પરથી પિયુષ ડેર તથા નંદો અને બે અજાણ્યા સામે ગાંધીગ્રામ પોલીસે આઇપીસી ૩૯૨, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ લૂંટનો ગુનો નોંધાયો છે.

પરાપીપળીયા ગામે ખેતીકામ કરતા અને પુષ્કર રેસ્ટોરન્ટ ધરાવતા હિતેશ હુબલે વર્ષ ૨૦૧૦માં સ્વરક્ષણ માટે પોલીસ કમિશનર તરફથી ૩૨ બોરની રિવોલ્વર રાખવા માટેનું લાયસન્સ મેળવ્યું છે. ચાર દિવસ પહેલા તા. ૨૬/૧૦ના બપોરે સાડા ત્રણેક વાગ્યે હું ઘરે જમતો હતો ત્યારે મારા બનેવી ઘનશ્યામ જળનો ફોન આવ્યો હતો કે હું મારી ગોંડલ રોડ પર આવેલ મહિરાજ હોટલે હાજર હતો ત્યારે મારા મિત્ર જયદિપ ઉર્ફ ભૂપી વ્યાસે ફોન કરી મને મા બેન સમી ગાળો આપી છે અને તે વધુ ઝઘડો કરશે તેવી બીક છે.

આહીર યુવાન પોતાની લાયસન્સવાળી રિવોલ્વર લઇને બનેવીને હોટેલે ગયો હતો. જ્યાં ઘનશ્યામે તેના મિત્ર પિયુષ ડેર સાથે વાત કરી પોતાને જયદિપે ગાળો દીધી છે તેમ કહેતાં પિયુષ તમે અગિયાર વાગ્યે ઇન્દિરા સર્કલે રાજધાની હોટલ આવો આપણે જયદિપને બોલાવી વાત કરી લઇશું તેમ કહ્યું હતું. જ્યાં મારા બનેવી ઘનશ્યામ જળુએ પિયુષને વાત કરી જયદિપ કયાં છે? તેમ પુછતાં પિયુષ સાથેના બે માણસોએ મને પકડી લીધો હતો અને પિયુષે બાઇકમાંથી ધોકો કાઢી ઘનશ્યામને પકડી રાખેલ. ત્રીજા અજાણ્યાએ બેઝબોલનો ધોકો તેની પાસે હોઇ તે લઇ મારી પાસે આવી મારી કમરે બાંધેલી રિવોલ્વર ખેંચી કાઢી હતી. ત્રણેયએ મળી સાળા અને બનેવીને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદમાં એક જ જ્ઞાતિના હોવાથી આહીર બંધુ વચ્ચે વાતચીત ચાલતી હોય,જેથી ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. પરંતુ ૬ કારટીસ ભરેલી રિવોલર  પિયુષ અને તેનો મિત્ર નંદો આપવા માંગતા હોય જેથી આહીર યુવાને  અંતે લૂંટનો ગુનો નોંધાવ્યો હતો. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ, હીરાભાઇ રબારી અને ડી. સ્ટાફે વિશેષ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.