Abtak Media Google News

સમાધાન માટે પૂષ્કરધામ પાસે એકઠા થયા બાદ પિતા-પુત્ર પર ફાયરિંગ કરાયું: પિતા-પુત્રએ છરીથી વળતો હુમલો કરતા એક ઘવાયો

શહેરમાં નજીવી બાબતે ફાયરિંગ કરી હુમલો કરવાની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ યુનિર્વસિટી રોડ પર આવેલા પૂષ્કરધામ પાસે પૈસાની પ્રશ્ર્ને સમાધાન માટે એકઠાં થયેલા બે જૂથ્થ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પિતા-પુત્ર પર ત્રણ શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ હતી. પિતા-પુત્રએ છરીથી વળતો હુમલો કરતા એક ઘવાયો હતો. પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ યુનિર્વસિટી રોડ પર આવેલી ભીડભંડન સોસાયટી શેરી નંબર ૨માં રહેતા હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા અને તેના પિતા હરદેવસિંહ જાડેજા પર મંથન મનોજ, કમલેશ નરેશ સાવલાણી અને રણજીતસિંહ વાઘેલા નામના શખ્સોએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યાની યુનિર્વસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જ્યારે રેલનગરમાં આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશ નરેશ સાવલાણી પર હાર્દિક જાડેજા અને તેના પિતા હરદેવસિંહ જાડેજાએ છરીથી હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. ઘવાયેલા કમલેશ સાવલાણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

હાર્દિક જાડેજા અને મંથન મનોજ બંને મિત્ર હતા ત્યારે એક ઝઘડામાં બંનેની સંડોવાયા હોવાથી હાર્દિક જાડેજાએ વકીલના ખર્ચના રૂ.૫ હજાર મંથન મનોજ પાસે માગતા બંને વચ્ચે સંબંધો બગડયા હતા.

ગઇકાલે મંથન અને હાર્દિક રૂ.૫ હજારની પ્રશ્ર્ને થયેલા ઝઘડાનું સમાધાન માટે પૂષ્કરધામ સોસાયટીના નંદી પાર્કના રોડ પર મળ્યા હતા.

સમાધાનની વાતચીત દરમિયાન ઉગ્ર બોલાચાલી થતા હાર્દિક અને તેના પિતા હરદેવસિંહ જાડેજાએ કમલેશ સાવલાણી પર છરીથી હુમલો કર્યો હતો. જ્યારે મંથન મનોજ, કમલેશ સાવલાણી અને રણજીતસિંહ વાઘેલાએ પોતાની પાસે રહેલા હથિયારમાંથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા નાસભાગ મચી ગઇ હતી.

પૂષ્કરધામ સોસાયટીમાં મોડીરાતે ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવતા યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. એમ.ડી.ચંદ્રાવાડીયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘવાયેલા કમલેશ સાવલાણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી તેના પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.