ખુન કા બદલાની બેવડી હત્યામાં ત્રણને આજીવન કેદ

લખતર તાલુકાના ધણાદ ગામે સરપંચની ચૂંટણીમાં ગરાસીયા પ્રૌઢની હત્યામાં બે પટેલ આધેડને જીપની હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા’તા

સુરેન્દ્રનગર જીલ્લાના લખતર તાુકાના ધણાદ ગામે સરપંચની ચુંટણીના મનદુ:ખમાં છ વર્ષ પૂર્વે ખેલાયેલા લોહીયાળ ધિંગાણામાં બેવડી હત્યાની ગુનાનો કેસ ચાલી જતા અદાલતે ત્રણ શખ્સોને આજીવન કેદની સજાનો હુકમ કર્યો છે. નિયુકત થયેલા અને જેનો વહીવટ પુત્ર જયેન્દ્રસિંહ ઝાલા કરતા હતા. બાદ વર્ષ ૨૦૧૧માં યોજાયેલી ચુંટણીમાં મહેશભાઇ પટેલનો વિજય થતા અને જયેન્દ્રસિંહ ઝાલાની હાર થતા જેનો દ્રેષ રાખી ડબલ મર્ડર કર્યાનું ખુલ્યું હતું.

આ બનાવમાં લખતર પોલીસે રમણીકભાઇ ઉકાભાઇ ત્રેટીયાની ફરીયાદ પરથી જયેન્દ્રસિંહ દિલુભા ઝાલા, ભરતસિંહ નટવીરસિંહ રાણા, રણજીતસિંહ માધુભા ઝાલા અને રાજેન્દ્રસિંહ મનહરસિંહ રાણા અને અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતો.

પ્રાથમીક તપાસમાં વર્ષ ૨૦૦૭માં ગ્રામ પંચાયતની ચુંટણીમાં સ્ત્રી અનામત સીટમાં ગ્રામજનોનો એકમતથી મન્છાભા દિલુભા ઝાલા બીન હરીફ સરપંચ તરીકે નિયુકતી થયેલા અને જેનો વહીવટી પુત્ર જયેન્દ્રસિંહ ઝાલા કરતા હતા. બાદ વર્ષ ૨૦૧૧માં યોજાયેલી ચુંટણીમાં મહેશભાઇ પટેલનો વિજય થતા અને જયેન્દ્રસિંહ ઝાલાની હાર થતા જેનો દ્રેષ રાખી ડબલ મર્ડર કર્યાનું ખુલયું હતું.

વધુ વિગત મુજબ વર્ષ ૨૦૧૧માં સરપંચની ચુંટણીમાં હારેલા જયેન્દ્રસિંહે સરપંચ મહેશ પટેલ ઉપર હુમલો કર્યો હતો જેનો ખાર રાખી જયેન્દ્રસિંહના કાકા રણજીતસિંહ ઝાલાએ રમણીકભાઇ ઉપર હુમલો કરતા જેમાં વળતો હુમલો કરતા દિલુભાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો જે કેસની કોર્ટે મુદતે આવેલા પ્રેમજી ઉકા અને રમણ દેવજી નામના બન્ને પ્રૌઢ બાઇક ઉપર જઇ રહ્યા હતા ત્યારે ક્રુઝરની હડફેટે લઇ મોતને ઘાટ ઉતાર્યા હતા.

કોર્ટમાં ચાર્જશીટ રજુ થતાં સદર કેસ પુરવાર કરવા ફરીયાદી પક્ષ દ્વારા ૫૪ સાહેદોને તપાસવામાં આવેલ અને ૮૭ દસ્તાવેજો પુરાવાઓ રજુ કરવામાં આવેલ બાદ મુળ ફરીયાદી ના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ દ્વારા વિગતવારની લેખીત દલીલ તથા વડી અદાલતના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ અને સરકારી વકીલ પી.એન. ઝાલાના ઓએ વિગતવારની મૌખિક દલીલ તથા વડી અદાલતના ચુકાદાઓ રજુ રાખવામાં આવેલા જે તમામ હકીકતોને ઘ્યાને લઇને ધ્રાઁગધ્રાના એડી. સેસન્સ જજ એસ.એમ. રાજપુરોહીતે ત્રણેય શખ્સોને તકસીરવાન ઠરાવી આજીવન કેદની તથા રૂ. ૩ લાખનો દંડ ફરમાવવામાં આવેલો અને જો દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સખત કેદની  સજાનો હુકમ કરવામાં આવેલો હતો.

આ કામના મુળ ફરીયાદી રમણભાઇ ઉકાભાઇ ત્રેટીયા (પટેલ) તરફે સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, વિજય પટેલ, કલ્પેશ નશીત, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, અમૃતા ભારદ્વાજ, અંશ ભારદ્વાજ, ગૌરાંગ ગોકાણી તથા નીલ શુકલા અને સરકારી વકીલ પી.એન. ઝાલા રોકાયેલ હતા.