શ્રી વિનયમંદીર હાઇસ્કુલ કેવદ્રાના ત્રણ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા‌ મેરીટ લીસ્ટમાં ઝળકયા

જય વિરાણી, કેશોદ

શ્રી વિનય મંદીર હાઇસ્કુલ કેવદ્રા ના ત્રણ વિદ્યાર્થીઓએ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત દ્વારા લેવાયેલની પરીક્ષામાં બીજો,ત્રીજો,ચોથો નંબર પ્રાપ્ત કરી ગૌરવ વધાર્યું.

 

શ્રી વિનય મંદીર હાઇસ્કુલ કેવદ્રા શાળાના વિદ્યાર્થીઓએ ગત ૧૦ ઓગસ્ટના લેવાયેલ રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષા‌ માં મેરીટ લીસ્ટમાં સ્થાન મેળવી બીજો ત્રીજો અને ચોથો નંબર મેળવી શાળાનું તેમજ પોતાના પરિવારનું ગૌરવ વધાર્યું.

જેમાં બીજા નંબરે મજેઠીયા ચુનીભાઇ ટપુભાઈ ત્રીજા નંબરે બાલસ મીરાબેન રાજેશભાઈ અને ચોથા નંબરે કામરીયા રોનક લખમણભાઇ એમ ત્રણેય ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓએ કેશોદ તાલુકા ગ્રામ્ય કક્ષાએ નંબર મેળવ્યા હતા.