Abtak Media Google News

જય વિરાણી, કેશોદ 

કેશોદને કર્મભૂમિ બનાવનાર મુળ પાટણવાવનાં વતની ગોરધનભાઈ જાવિયા ટુંકી બીમારી બાદ સ્વતંત્રતા પર્વની સંધ્યાએ 82 વર્ષની ઉંમરે છેલ્લાં શ્વાસ લીધાં હતો. ગોરધનભાઈ જાવિયા શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી શૈક્ષણિક ક્ષેત્રે આગવી પ્રતિષ્ઠા મેળવી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સ્વયં સેવકથી ઉચ્ચ પદ પ્રાપ્ત કરી સમગ્ર સોરઠમાં સફળ કામગીરી બજાવી હતી.

પોબંદર લોકસભા મતવિસ્તારના ત્રણ વખત સાંસદ રહી ચુંકેલા ગોરધનભાઈ જાવિયા સરળ અને સાદગીભર્યું જીવન જીવતાં હતાં અને સામાન્ય વ્યક્તિની જેમ રસ્તામાં જુનાં વિદ્યાથીઓ કે સ્વયં સેવક મળી જાય તો વાતો એ વળગી જતાં હતાં. તેમના પરીવારના રમેશભાઈ,લલીતભાઈ અને સ્વ અલ્પેશ ત્રણ પુત્રો અને એક પુત્રી સહિતના પરિવાર ને કલ્પાંત કરતાં છોડી કામોની મહેંક પ્રસરાવી ગયા છે.

કેશોદના શિવનગર વિસ્તારમાં આવેલા વ્રજ એવન્યુ એપાર્ટમેન્ટમાં નિવાસસ્થાને અંતિમ દર્શનાર્થે પરિવારજનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અધિકારીઓ અને સ્વયં સેવક, ભાજપ પરીવાર, જનસંધના કાર્યકરો તેમજ શહેરીજનોએ પુષ્પાંજલી આપી હતી.તેમના નશ્વરદેહના અંતિમવીધી સમયે રાષ્ટ્રધ્વજ ઓઢાળી, તેમના સેવાકીય કાર્યોને યાદ કરી સન્માન આપવામાં આવ્યું હતું.

પુર્વ સાંસદ ગોરધનભાઈ જાવિયા ની સ્મશાનયાત્રામાં ધારાસભ્ય, માજી ધારાસભ્ય તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતાં અને કેશોદ નગરપાલિકા સંચાલિત હિન્દુ સ્મશાનમાં સદગતનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.