Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કચ્છમાં બેથી વધુની તીવ્રતાના ત્રણ આંચકા અનુભવાયા હતા. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે 2:21 કલાકે કચ્છના ખાવડાથી 39 કિમિ દૂર 2.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

ત્યારબાદ મોડી રાતે 1:20 કલાકે કચ્છના ખાવડાથી 39 કિમિ દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ વેસ્ટ ખાતે નોંધાયું હતું અને આજે વહેલી સવારે 5:51 કલાકે કચ્છના ભચાઉથી 14 કિમિ દૂર 2.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા આંચકાથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે જો કે આંચકાથી કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.