મોરબીમાં ત્રણ સ્થળેથી રર3 દારૂ સાથે ત્રણ પકડાયા

દારૂ અને કાર મળી રૂ 2.30 લાખનો મુદામાલ કબ્જે

મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ મથકના સ્ટાફ દ્વારા દરોડા ત્રણ દરોડામાં દારૂ સાથે ત્રણ આરોપીને ઝડપી લેવામાં આવ્યા છે. મોરબી ના સમાકાંઠે આવેલ એલ.ઇ.કોલેજના ગ્રાઉન્ડમાંથી હ્યુન્ડાઇ એસેન્ટ કાર નં. જીજે 03બીએ 9192 વાળાની તલાશી લેતા ગાડીમથી રોયલ ચેલેન્જ 750 મિલીની 54 બોટલ કી. રૂ.28,080 અને હ્યુનદાઈ એસેન્ટ કી. રૂ.1,00,000 મળી કુલ 1,28,080 ના મુદામાલ સાથે આરોપી દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.22 ધંધો:ઈંપોર્ટ એક્સપોર્ટ રહે.અનંતનગર મોરબી 2) વાળાને ઝડપી લઈ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

જ્યારે બીજા દરોડામાં મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે રહેણાંક મકાનમાં રેડ કરી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની 750 મિલી મક 153 બોટલ કી. રૂ.65,080 સાથે આરોપી દેવાયતભાઈ ઉર્ફે ભાનુભાઈ મુળુંભાઇ ખાંભરા (ઉ.વ 49 રહે.જુના નાગડાવસ તા.મોરબી) વાળાને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી .જ્યારે દારૂ અંગેના ત્રીજા દરોડામાં મોરબી તાલુકાના નાગડાવાસ ગામે આરોપી ગાગુભાઈ સુખાભાઈ બરારિયા (રહે.નાગડાવાસ) ના કબ્જા ભોગવટા ના વાડામાં દરોડો પાડીને અલગ અલગ બ્રાન્ડ ની 750 મિલીની 52 બોટલ અને 180 મિલીની 16 બોટલ મળી કુલ 68 બોટલ કી. રૂ.35,450 સાથે આરોપી ગગુભાઈ સુખાભાઈ બાબરિયા ને ઝડપી પાડી મોરબી તાલુકા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.