ગ્રાહક સુરક્ષા મંડળના પ્રયત્નોથી ટ્રેકટર કંપનીએ ખેડૂતના ટ્રેકટરમાં વિનામૂલ્યે ડિજિટલ મીટર સહિતની વસ્તુઓ બદલી આપી

અબતક, રાજકોટ

રાજકોટ શહેર – જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ભાવેશભાઇ મનસુખભાઇ આસોદરીયા રે. દેવડા  તા. ગોંડલ વતી પાર્થ કાર્ગો ટ્રેકટર, ગોંડલને સેવાની ખામી બદલ લીગલ નોટીસ પાઠવવામાં આવેલ હતી.

આ વિવાદની હકિકત મુજબ ભાવેશભાઇ આસોદરીયાએ ગત તા. 6-3-21 ના પાર્થ કાગોં ગોંડલ પાસેથી નવું ટ્રેકટર ખરીદ કરેલ હતું. ટ્રેકટર ખરીદ કર્યા પછી ત્રણ મહીનાની અંદર  ટ્રેકટરના ડીઝીટલ મીટરમાં ભેજ આવવા લાગેલ હતો. ટ્રેકટરના બોનેટનો કલર ઓખળી ગયેેલ હતો ટાયરની અંદર તીરાળો પડી જતાં હવા નીકળી જતી હતી વિગેરે ફરીયાદ સંબંધે આસોદરીયાએ રાજકોટ શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પાસે લેખીતમાં ફરીયાદ કરેલ હતી. જેના અનુસંધાનમાં ગ્રાહક સુરક્ષાના કાયદા વિભાગે રમાબેન માવાણીની સહીથી ગત આવતીકાલે પાર્થ કાર્ગો ટ્રેકટર, ગોંડલને કાયદાકીય નોટીસ પાઠવેલ હતી. અને ગ્રાહકની ફરીયાદ સંબંધે ગ્રાહક સુરક્ષા વિભાગ ન્યુ દિલ્હી તેમજ ગાંધીનગરને લેખીતમં વાકેફ કરેલ હતા.

નોટીસના અનુસંધાનમાં પાર્થ કાર્ગો ગોંડલ દ્વારા ખેડુત સાથે સમાધાન અને ચર્ચા વિચારણા કરવા દરખાસ્ત મળતા રમાબેન માવાણીની રુબરુ ટ્રેકટર ખરીદ કરનાર ભાવેશ આસોદરીયાને કંપની દ્વારા ટ્રેકટર વર્કશોપમાં મંગાવીને વોરટી અને ગેરટી મુજબ વિના મૂલ્યે ટ્રેકટરમાં નવુ ડીઝીટલ મીટર, નવુ બોનેટ, ગુડયરના (600ડ્ઢ16) સાઇઝના નવા ટાયરો બદલી આપવામાં આવેલ હતા. ભાવેશભાઇ મનસુખભાઇ આસોદરીયા (મો. નં. 98791 36940) એ રમાબેન માવાણીને સન્માનીત કરી આભાર માનેલ હતો.