પેજ સમિતિની કામગીરી થકી સ્થા. સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થશે

વોર્ડ નં.૧, ૭ અને ૯માં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કરતા ભંડેરી-મીરાણી

પેજ સમિતિની કામગીરી થકી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે તેમ કમલેશ મિરાણી અને ધનસુખ ભંડેરીએ વોર્ડ નં.૧,૭,૯માં ઉદ્ઘાટન કરતા જણાવ્યું હતું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ્ સી.આ૨.પાટીલના માર્ગદર્શન મુજબ પ્રદેશ ભાજપ દ્વારા  પેજ પ્રમુખ અને તેની પેજ સમિતિની કામગીરીનો જો૨શો૨થી પ્રા૨ંભ ક૨વામાં આવ્યો છે ત્યારે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ  મિરાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ના તમામ વોર્ડમાં પેજ કમિટી કાર્યાલય કાર્ય૨ત ક૨વામાં આવી ૨હયા  છે.આ અંતર્ગત  શહે૨ના વોર્ડ નં.૧,૭, ૯માં પેજ સમિતિ કાર્યાલયનું ઉદઘાટન ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખ ભંડેરીના વ૨દ હસ્તે તેમજ શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની ઉપસ્થિતિમાં ક૨વામાં આવેલ હતું. આ તકે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સ૨કા૨ તેમજ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સ૨કા૨ની લોક કલ્યાણલક્ષ્ાી યોજનાઓની માહિતી જન-જન સુધી પહોંચાડશે.ત્યારે પેજ સમિતિની કામગીરી થકી આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં ભા૨તીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થશે એ નિશ્ર્ચિત બન્યુ છે.

આ તકે ધનસુખ ભંડેરી, કમલેશ મિરાણી,મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, વિક્રમ પુજારા, પુષ્ક૨ પટેલ, રૂપાબેન શીલુ, શીલ્પાબેન જાવીયા, પ્રદીપ નીર્મળ, હીરેન સાપરીયા, વીરેન્દ્ર ભટૃ, પ્રવીણભાઈ મારૂ, જીતુભાઈ કાટોળીયા, જાગૃતીબેન ભાણવડીયા, દક્ષાબેન વસાણી, કુલદીપસિહજાડેજા,  વીજય આહી૨, જયસુખ કાથરોટીયા, કમલેશ શર્મા, ૨ક્ષાબેન વાયડા, દેવયાનીબેન માંકડ, મનીષાબેન માકડીયા, ધારાબેન જોષી, પ્રજ્ઞાબેન પીઠડીયા, અંજુબેન સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા.