આમ આદમી પાર્ટીની પરિવર્તન યાત્રાનું જબ્બર સમર્થન

ઇશુદાન ગઢવી, અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા, શિવલાલ પટેલ, તેજસ ગાજીપરા, વશરામ સાગઠીયા સહીતનાની હાજરી

આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં પરિવર્તન યાત્રા નીકળેલ છે. જેના ભાગ રુપે આજરોજ વિધાનસભા-68ના વિસ્તારમાં સવારે રામનાથ મહાદેવની પુજા અર્ચના કરી ચાલુ કરેલ અને મયુરનગર, કનકનગર, સાગર ચોક, દુધસાગર મેઇન રોડ, હૈદરીચોક, ચુનારવાડા ચોક, થોરાળા મેઇન રોડ, હોડાઇ શો રુમ, સોરઠીયા વાડી ચોક, કેવડાવાડી રોડ, કેનાલ રોડ, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ થી ત્રિકોરણબાગ ખાતે પૂર્ણ થયેલ. તેમજ બપોરે પ કલાકે રણછોડદાસ બાપુ આશ્રમે પૂજા અર્ચના કરી કુવાડવા રોડ, ભાવનગર રોડ,  વગેરે વિસ્તારમાં પાછી રણછોડદાસ બાપુ આશ્રમે પૂર્ણ કરેલ. આ પરિવર્તન યાત્રામાં આપ નેતા ઇસુદાનભાઇ ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઇ લોખીલ, રાજભા ઝાલા રાજકોટ શહેર અઘ્યક્ષ શિવલાલ પટેલ, જીલ્લા અઘ્યક્ષ તેજશભાઇ ગાજીપરા તેમજ આપ કોર્પોરેટર વશરામભાઇ સાગઠીયા તેમજ કોમલબેન ભારાઇ હાજર રહી લોકોના અભિવાદન લીધેલ. તેમજ શહેર કારોબારીના હોદેદારો તેમજ ઝોન પ્રભારીઓ, દરેક વોર્ડના હોદેદારો અને સભ્યો દરેક મોરચાના હોદેદારો તેમજ સભ્યો આ પરિવર્તન યાત્રામાં બહોળી સંખ્યામાં બાઇક અને કાર સાથે હાજર રહ્યા હતા.આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ શહેર સંગઠન મહામંત્રી રાહુલભાઇ ભુવા, રાજકોટ શહેર મહામંત્રી સંજયસિંહ વાઘેલા, કે.કે. પરમારના દ્વારા માર્ગદર્શન તેમજ જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ યાત્રા ઇન્ચાર્જ તરીકે સવારે અશોરભાઇ મકવાણા તેમજ જયદિપભાઇ નિમ્બાર્ક, તેમજ બપોરની યાત્રા માટે મુન્નાભાઇ ગઢવી તેમજ હાર્દિકભાઇ રાબડીયાએ જહેમત ઉઠાવી હતી. તે રાજકોટ શહેર અઘ્યક્ષ શિવલાલ પટેલ સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે.

જમીનના પ્રશ્ર્નોથી પીડાતી રાજકોટની પ્રજાને આપવીશું ન્યાય: ઈસુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના સુકાની ઈસુદાનભાઈ ગઢવીએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિવર્તન યાત્રાએ ખેડૂતો, વેપારીઓ, નાના કર્મચારીઓ આ બધા પીડાતા લોકોની પીડાનું પરિવર્તન લાવવા માટેની પરિવર્તન યાત્રા છે. રાજકોટની જનતાને અપીલ કરું છું તમે ભાજપને અને કોંગ્રેસ બંને ઘણા વર્ષોથી મોકો આપ્યો છે. એક વખત અમને મોકો આપશો તો જેટલા પણ  જમીનના પ્રશ્નોથી પીડાતા લોકો છે. તેમને ન્યાય અપાવીશું ગુંડાગર્દી કરતા અને બુચિયા તેમજ સત્તાનો દુરુપયોગ કરતા લોકોને જેલ હવાલે કરીશું. ભ્રષ્ટાચાર મુક્ત રાજ્ય બનાવવાનું અમારૂ મિશન અને વિઝન છે.