જય ગણેશ ટાટા મોટર્સ ખાતે ટિયાગો અને ટીગોર આઈ-સીએનજી મોડલ લોન્ચ

અબતક-રાજકોટ

શહેરમાં સ્થિત જય ગણેશ મોટર્સ ખાતે ટાટા કંપનીના નવા બે મોડલ લોન્ચ કરવામાં આવ્યા હતા. જેમાં ટાટા ટિયાગો અને ટીગોરનો સમાવેશ કરવામાં આવે છે.જય ગણેશ ટાટા મોટર્સ ખાતે નવા રંગરૂપ અને ફીચર્સ સાથે ટાટાના નવા બે મોડલના લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જય ગણેશ હબ ઓફ મોટર્સના માલિક રજનીકાંતભાઈ પટેલ અને બેંકર્સ તથા ફાઈનાન્સરોની ઉપસ્થિતમાં આ બંને મોડલનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

હાલ ટાટા મોટર્સ ટિયાગો આઈ-સીએનજીની પ્રાઈઝ રૂ.6,09,000 તો ટીગોર આઈ-સીએનજીની પ્રાઈઝ રૂ.7,59,000 રાખવામાં આવી છે. તો બીજી તરફ હાલ આ બને મોડલ માટે એડવાન્સ બુકીંગ અને ટેસ્ટ દ્રાઈવ પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે.

ટાટા મોટર્સના બે નવા ફીચર્સ સાથે જય ગણેશ શો-રૂમ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું છે. જેમાં લોકોનો પણ સારો પ્રતિસાદ મળતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ટાટા ટિયાગો આઈ-સીએનજી અને ટીગોર આઈ-સીએનજી અતિ આધુનિક ટેક્નિક અને નવા જ ફીચર્સ સાથે રાજવાસીઓ માટે લોન્ચ કરવામાં આવ્યું છે.