Abtak Media Google News

જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, કાલાવડમાં મેઘજી ચાવડા અને જામજોધપુરથી ચીમનભાઈ સાપરિયાને મળી ટિકિટ

ભાજપ દ્વારા આજે જામનગર દક્ષિણમાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંતજામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ, કાલાવડમાં મેઘજી ચાવડા અને જામજોધપુરથી ચીમન સાપરિયાને ટીકીટ મળી છે.

ભાજપ દ્વારા ગર રાત્રીના જ ઉમેદવારોને ફોન ઉપર જાણ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ આજે 11 વાગ્યે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં 76 કાલાવાડ બેઠક ઉપર મેઘજી ચાવડા, 77 જામનગર ગ્રામ્ય બેઠક ઉપર  રાઘવજી પટેલ, 79 જામનગર દક્ષિણ બેઠક ઉપર, રીવાબા જાડેજા અને 80 જામજોધપુર બેઠક ઉપર ચિમન સાપરિયાને ટીકીટ આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.