નરેન્દ્રબાપુના લલાટે જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષનું તિલક

મહામંડલેશ્ર્વરની ઉપાધી ધરાવતા નરેન્દ્રબાપુની ધર્માધ્યક્ષ તરીકે વરણી કરતા ચોતરફ આનંદની લાગણી

વિ.હિ.પ. પ્રેરીત  જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ્ા પદે પ. પૂ. મહંત શ્રી નરેન્દ્રબાપુ ની પસંદગી કરવામાં આવી છે.  માત્ર રાજકોટ નહી પણ રાજયભરમાં ખૂબ જાણીતુ એવુ નામ એટલે નરેન્દ્ર બાપુ વિશ્ર્વ પ્રસિધ્ધ સતાધારની જગ્યાના મહંત પ.પૂ. શ્રી જીવરાજબાપુ, ગુરૂશ્રી શામજી બાપુ દ્વારા વર્ષ ર014 માં સાધુ, સંતો, લાખો ભક્તોની હાજરીમાં શ્રી પંચદશનામ જુના અખાડા દ્વારા જેમને મહામંડલેશ્ર્વરની ઉપાધી પ્રદાન કરવામાં આવી તેવા અમદાવાદ હાઈવે પર સ્થીત આપાગીગાના ઓટલાની જગ્યાના મહંત પૂ. નરેન્દ્રબાપુની શ્રી જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ્ા તરીકે વરણી કરવામાં આવી છે.

સામાજીક ક્ષોત્રે પણ તેમનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ છે. નરેન્દ્રબાપુ શ્રી ગુર્જર ક્ષ્ાત્રિય કડીયા જ્ઞાતિ, રાજકોટ સમસ્તના છેલ્લા રપ વર્ષથી અવિરત પ્રમુખ પદે સેવા આપી રહયાં છે. તેમજ ગુજરાત પ્રદેશના જ્ઞાતિ સંગઠનમાં તેઓ એક મોભી તરીકે કાર્યરત છે. ઉપરાંત તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ કડીયા પ્રજાપતિ વિશ્ર્વકર્મા મહાસંઘના પ્રમુખ, ગુજરાત ઓબીસી સમાજના આગેવાન તરીકેની જવાબદારી પણ વહન કરી રહયાં છે.

નરેન્દ્રબાપુ વ્યકિગત ધોરણે પણ અનેકવિધ સામાજીક, કલ્યાણકારી, માનવતાવાદી પ્રવૃતિઓ પણ કરતા આવ્યા છે. જેમાં વિદ્યવા, તયક્તા તેમજ નિરાધાર લોકો માટે અનાજકીટનું વિતરણ, યુવાનો, યુવતિઓ, ગૃહીણીઓ માટે સ્પોકન ઈંગ્લીશ તથા સ્કીલ ડેવલોપમેન્ટના કલાસીસ, આશરે 10,000 જેટલા વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ, સમયે સમયે વડીલો માટે ધાર્મિક યાત્રા પ્રવાસનું આયોજન, જન્માષ્ટમી, દશેરા, દિવાળી જેવા તહેવારો નિમિતે મીઠાઈ તથા ફરસાણ વિતરણનું નિ:શુલ્ક આયોજન વિ. વ્યક્તિગત પ્રવૃતિઓના ભાગ છે.

રાજકીય ક્ષ્ોત્રે તેમનું યોગદાન નોંધનીય છે. 199પ થી ર01પ સુધી સતત 4 ટર્મ સુધી કોર્પોરેશનમાં બી.જે.પી. ના કોર્પોરેટર તરીકે કાર્યરત, જુના વોર્ડ નં. 8 માં 2 ટર્મ માટે કોર્પોરેટર, જુના વોર્ડ નં. 19 માં ર ટર્મ માટે કોર્પોરેટર, જુના વોર્ડ નં. 14 માં માં 1 ટર્મ માટે કોર્પોરેટર તરીકે રહી ચુક્યા છે. સ્લમ હાઉસીંગ ઈમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન તરીકે ટકાવ અને મજબુત બાંધકામવાળા આવાસો અલગ-અલગ 16 જગ્યાએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 301ર આવાસો જે આજે પણ સારી હાલતમાં છે.

સતત 11 વર્ષ સુધી કોર્પોરેશનના સ્ટેન્ડી સમિતિના સદસ્ય તરીકે  સફળ કામગીરી બજાવી હતી. તેઓ કોર્પોરેશનના સ્ટેન્ડીંગ ચેરમેન તથા ડે. મેયરનું પદ પણ શોભાવી ચુક્યા છે. 3-ટર્મ સુધી સતત રાજકોટ શહેર ભા.જ.પ. ના ઉપપ્રમુખ, પ્રદેશ ભા.જ.પ. બક્ષ્ાિપંચ મોરચાના મહામંત્રી તથા ઉપપ્રમુખ રહી ચુક્યા છે. નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સદભાવના મીશનમાં તેઓ ઈન્ચાર્જ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે સૌરાષ્ટ્રના સહઈન્ચાર્જ તરીકેની જવાબદારી વહન કરી હતી. ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન સહિતની તેમના કાર્યકાળની કામગીરી આજે પણ લોકો ભુલ્યા નથી.

વ્યવસાય ક્ષ્ોત્રે તેઓ ખેતી, બિલ્ડીંગ ક્ધસ્ટ્રકશન તેમજ લેન્ડ ડેવલોપીંગના કાર્ય સાથે સંકળાયેલા છે. તેમના અનેક વ્યવસાય પ્રકલ્પો ખુબ જાણીતા છે. જેમાં શ્રી જીવરાજ પાર્ક, શ્રી જીવરાજ ટાઉનશીપ, શ્રી જીવરાજ નગરી, શ્રી જીવરાજ રેસીડેન્સી, શ્રી જીવરાજ સરાફી સહકારી મંડળી, શ્રી જીવરાજ ગ્રુપ ઈન્ડસ્ટ્રીયલ ઝોન, શ્રી જીવરાજ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ તથા બિલેશ્ર્વર હાઈટસ-1 અને 2 વિગેરે પ્રજાજનોમાં ખૂબ જાણીતા છે.

આવા બહુમુખી પ્રતિભા ધરાવતા પ. પૂ. મહંત શ્રી નરેન્દ્રબાપુ ની જન્માષ્ટમી મહોત્સવ સમિતિ ર0રર ના ધર્માધ્યક્ષા તીકે વરણી થતા તેમના ભક્તગણો, મિત્રો, શુભેચ્છકો, સામાજીક આગેવાનો, જ્ઞાતિના અગ્રણીઓ, વિ.હિ.પ., બજરંગદળ ના કાર્યકરો તેમજ પિરવાર જનોમાં ખૂબ હર્ષની લાગણી ફેલાઈ છે. તેમની આ વરણી બદલ વિ.હિ.પ. ના માર્ગદર્શક મંડળના સર્વશ્રી નરેન્દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, સમિતિના અધ્યક્ષા ધર્મેશભાઈ પટેલ, મહામંત્રી નિતેશભાઈ કથીરીયા, સહમંત્રી રાહુલભાઈ જાની, સુશીલભાઈ પાંભર વિગેરે અગ્રણીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી છે.