Abtak Media Google News

ધો.૧૦ અને ૧૨ના વિર્દ્યાથીઓને ઉપયોગી માર્ગદર્શન આપતા પાની

ગણતરીના દિવસોમાં બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે પોઝીટીવ ન્યુઝ, ઈન્ફોર્મેટીવ ન્યુઝનો ઉદ્દેશ્ય ધરાવતા ‘અબતક’ મીડિયાના માધ્યમી વિર્દ્યાથીઓને સોનેરી સલાહ ઉચ્ચ અધિકારીઓ અને શિક્ષણ તજજ્ઞ દ્વારા આપવામાં આવે છે. ‘બોર્ડના છાત્રોને સોનેરી સલાહ’ અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ બોર્ડના વિર્દ્યાથીઓએ માર્ગદર્શક ટીપ્સ આપી હતી.

બંછાનિધિ પાનીએ ઉપયોગી માહિતી આપતા જણાવ્યું હતું કે, હળવાશભર્યા વાતાવરણમાં વિર્દ્યાથીઓએ તનાવ મુકત ઈ પરીક્ષા આપવી જોઈએ. આખા વર્ષ દરમિયાન ખંત મહેનત અને ધગશી કરેલુ વાંચનનો નિચોડ હોય છે. આી વિર્દ્યાથીઓએ જરા પણ ઘબરાવું નહીં. મહેનતનો કોઈ વિકલ્પ નથી. આ સૂત્રને વાસ્તવિકમાં જીંદગીમાં અપનાવી વિર્દ્યાથીઓએ જીવનની દરેક કસોટી પાર કરવી જોઈએ.

ધો.૧૦ અને ધો.૧૨ના વિર્દ્યાથીઓને પરીક્ષાની શુભકામના પાઠવતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દરેક વિર્દ્યાથીઓની પરીક્ષા સારી રીતે જાય તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરૂ છું. એની સાથો સાથો આપ જે કાઈ પ્રિપેશન છે એ પ્રિપેશન આપ અત્યારી જ કરી નાખો અને પરીક્ષાના અગાઉના દિવસોમાં હળવાશી રહો ચિંતા ન કરો, તમારી પરીક્ષા સારામાં સારી રીતે જઈ શકે તેમ છે અને કોઈ પણ સંજોગે કોઈપણ પ્રશ્ર્ન આવે કોઈ પણ પ્રકારની મુંજવણ આવે તેના સમયે પોતાના વાલી કે શિક્ષકનો સંપર્ક કરજો અને વિર્દ્યાથીઓને કોઈપણ પ્રકારની અગવડ ઉભી ન થાય તેના માટે જોવામાં આવશે. આ પરીક્ષા તમારા જીવનની છેલ્લી પરીક્ષા નથી. આ પરીક્ષા વધુ પરીક્ષામાની એક પરીક્ષા છે. એટલે બહુ મહત્વપૂર્ણ પરીક્ષા નથી એવું માનીને તમે પોતાના જીવનમાં સૌથી બેસ્ટ પ્રદર્શન કરી શકો એના માટે અત્યારી આયોજન કરી વ્યવસ્તિ તેના માટે પ્રિપેશન કરી આપ બહુ સરસ રીતે આ પરીક્ષામાં પાર્ટીસિપેટ કરો આ પરીક્ષામાં સારી રીતે પોતાનું પ્રદર્શન કરો એવી હું તમામ વિર્દ્યાથીઓને શુભેચ્છા પાઠવું છું અને જો વિર્દ્યાથીઓને કોઈ પણ પ્રકારનો પ્રશ્ર્ન થાય તો આપ તમારા વાલી, શિક્ષક કે અન્ય આગેવાનોનો સંપકર કરી શકશો અને જે કાઈ પ્રશ્ર્નમાં આપણી મુંઝવણ હોય તેનું નિરાકરણ કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.