Abtak Media Google News

જે લોકોને બનાવવાનો શોખ છે તેમને માટે રસોઈ બનાવવી એક ચપટીનું કામ છે. મોટાભાગે રસોઈ બનાવતી વખતે સમસ્યા તેમને માટે હોય છે જે ક્યારેક ક્યારેક રસોઈ બનાવે છે. આવા લોકોથી રસોઈ બનાવતી વખતે મોટાભાગે નાની-નાની ભૂલો થઈ જાય છે. આ ભૂલો એવી હોય છે જેનાથી રસોઈનો સ્વાદ પણ બગડી જાય છે. પણ કેટલીક વાતોને ધ્યાનમાં મુકીને તમે કિચનના કામમાં પરફેક્શન લાવી શકો છો. આવો જાણીએ રસોઈ બનાવતા નારી ભૂલોને સુધારવાની નાની નાની ટિપ્સ..

7537D2F3 3F16 418C 8E45 6B879E722C20 5

૧. મીઠુ વધુ પડી જાય તો – જો શાક કે સૂપમાં મીઠુ વધુ થઈ જાય તો એક ચોથાઈ બટાકુ છોલીને સૂપમાં નાખી દો. આ વધુ મીઠુ શોષી લેશે અને તમને સ્વાદ સો કોઈ સમજૂતી નહી કરવી પડે. પણ સૂપ સર્વ કરતા પહેલા બટાકા કાઢવા ભૂલશો નહી. જો શાકભાજી સૂકી કે મસાલેદાર હોય તો બેસન નાખી શકો છો. આ પણ મીઠુ ઓછુ કરવાનુ કામ કરે છે.

૨. ભાત બળી જાય તો શુ કરશો – જો ચોખા બાફતી વખતે સાધારણ બળી જાય, તો તેને ફેંકશો નહી. બસ ભાતને તાપ પરી ઉતારીને તેની ઉપર સફેદ બ્રેડ દસ મિનિટ માટે મુકી દો.  આ ભાતમાંથી બળેલી ખુશ્બુ ખતમ કરી દેશે અને ભાત ફરીથી ખાવા લાયક બની જશે.

૩. ફુદીનાની ચટણી બનાવો તો યાદ રાખો – ફુદીનાની ચટણી જો તમે મિક્સરમાં બનાવી રહ્યા હોય તો તેને મિક્સરમાં વધુ ન ફેરવશો. વધુ ફેરવવાથી ફુદીનાના પાનમાંથી તેલની વિકૃત ગંધ નીકળવી શરૂ થશે. જે ચટણીનો સ્વાદ બગાડી નાખે છે. ફક્ત ફુદીનાની ચટણી બનાવવા માંગતા હોય તો ગ્રાઈડિંગ સ્ટોન મતલબ સિલબટ્ટા પર વાટી લો. આ રીતે ફુદીનાના પાનનું તેલ ધીરે ધીરે નીકળે છે.  જેના કારણે સ્વાદ ખરાબ વાની શક્યતા ઓછી ઈ જાય છે.

૪. રસભરેલુ લીંબૂ – એક લીંબૂમાં લગભગ ત્રણ ચમચી જેટલો રસ હોય છે. પણ આપણે ક્યારેય તેનો બધો રસ કાઢી ની શકતા. તમે લીંબૂનો પુર્ણ રસ કાઢવા માંગતા હોય તો પહેલા વીસ સેકંડ માટે માઈક્રોવેવમાં ગરમ કરો. પછી તેને વચ્ચેી કાપીને રસ કાઢો. જેનાથી લીંબૂનો બધો રસ નીકળી જશે.

૫. દૂધને ફ્રીજમાં મુકવાનુ ભૂલી ગયા – જો તમે ગરમીમાં દૂધને ફ્રીજમાં મુકવાનું ભૂલી ગયા હોય અને દૂધ ફાટવાનો ભય હોય તો તેમા થોડો ખાવાનો સોડા નાખી દો. દૂધ નહી ફાટે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.