Abtak Media Google News

વોશિંગ મશીન તમારું કામ સરળ કરીદે છે.તો તમારે પણ કેટલીક નાની વાતોનું ધ્યાન રાખીને તેની કેર કરવી જરૂરી બને છે. તમને આવી જ કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ, જે તમારી મદદ કરશે. તેની મદદથી તમારું મશીન લાંબા સમય સુધી સારું રહેશે અને તમારો સમય બચશે.

કોઇપણ કંડીશનમાં મશીનને ઓવરલોડ ન કરો. તેનાથી મશીન ડેમેજ થઇ શકે છે.અલગ અલગ મોડલ્સની ડિફરન્ટ લોડિંગ કેપેસીટી હોય છે. માટે તેના ઉપયોગ પહેલાં મેન્યુઅલ ધ્યાનથી વાંચો અને એટલા કપડાં નાંખો, જેટલી કેપેસીટી હોય.

હંમેશા મેન્યુફેક્ચરર દ્વારા જણાવેલા સોફ્ટનર, બ્લીચ અને ડિર્ટજન્ટ વાપરો. યોગ્ય પ્રમાણમાં ડિર્ટજન્ટ યૂઝ કરો. વધારે સાબુથી પાણી પણ વધારે વપરાય છે અને સાથે ઓછી ક્વોન્ટીટીથી કપડાં સારી રીતે ધોવાતા નથી.

મશીન યૂઝ કરતાં પહેલાં તમારે તેની સેટિંગ્સ, (હોટ, કોલ્ડ અને નોર્મલ) સમજવા જરૂરી છે.યોગ્ય સેટિંગ્સ રાખવાથી ઓછા સમયમાં સારું રીઝલ્ટ મળે છે અને સાથે મશીન પર સ્ટ્રેસ પણ ઓછો રહે છે.

મશીન વાપરી ત્યારે અમુક વખત અવાજ આવે છે.તે સમતલ જમીન પર ન હોવાના કારણે આવું થાય છે. તેને ચલાવવામાં આવે ત્યારે વાઇબ્રેશન પણ આવે છે, પાણી છલકાઇને બહાર આવે છે. મશીનનું ફ્લોર લેવલ સામાન્ય રહેવું જોઇએ, જેથી કોઇ ડેમેજ ન થાય.

રેગ્યુલર યૂઝથી મશીનના પાઇપ, ડિર્ટજન્ટ કેસ અને વોટર પાઇપમાં પણ ગંદગી જમા થાય છે. સમયાંતરે તેને સાફ કરતા રહો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.