Abtak Media Google News

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચવામાં આવેલી કોંગ્રેસ સંચાલન સમિતિની પ્રથમ બેઠક મળી : હોદેદારો અને નેતાઓને અનેક સૂચનો અપાયા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચવામાં આવેલી કોંગ્રેસ સંચાલન સમિતિની પ્રથમ બેઠક રવિવારે પૂરી થઈ. આ બેઠકમાં, પક્ષના ટોચના નેતાઓએ મુખ્ય સંગઠનાત્મક બાબતો પર ચર્ચા કરવા ઉપરાંત તેના પૂર્ણ સત્રના કાર્યક્રમ અને સ્થળની ચર્ચા કરી હતી.  આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પાર્ટી ચીફ સોનિયા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના તેમના સમકક્ષ ભૂપેશ બઘેલ, વરિષ્ઠ નેતાઓ પી ચિદમ્બરમ, આનંદ શર્મા, મીરા કુમાર અને અંબિકા સોની સામેલ થયા હતા.

પ્રથમ બેઠકની આગેવાની લેતા ખડગે દ્વારા કાર્યકરોને ઉપરથી લઈને નીચે સુધીની સંગઠનાત્મક જવાબદારી માટે હાંકલ કરવામાં આવી હતી. ખડગેએ સ્પષ્ટ કર્યું કે તેમના સુકાન હેઠળ થાકેલા નેતૃત્વ માટે કોઈ જગ્યા રહેશે નહીં, હું ઈચ્છું છું કે જનરલ સેક્રેટરીઓ અને રાજ્યના પ્રભારીઓ તેમના પ્રદર્શનનું મૂલ્યાંકન કરે અને તેઓ દર મહિને ઓછામાં ઓછા 10 દિવસ માટે નિયુક્ત રાજ્યોની મુલાકાત લે.  સ્થાનિક મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે પાયાના સ્તરના પક્ષના કાર્યકરો સાથે ચર્ચાઓ કરે. તેમણે રાજ્યના પ્રભારીઓને આગામી ત્રણ મહિનામાં લોકોના મુદ્દાઓ પર સંગઠનાત્મક કાર્યવાહી માટે રોડમેપ સબમિટ કરવા અને સામાન્ય ચૂંટણીઓ અને રાજ્યની ચૂંટણીઓ માટે કાર્ય યોજનાઓના શેડ્યૂલ સબમિટ કરવા નિર્દેશ આપ્યો.

 રાહુલ ગાંધી શિયાળુ સત્રમાં ભાગ લેશે નહીં

કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા ચાલી રહી છે.  તેથી રાહુલ ગાંધી માટે સંસદના શિયાળુ સત્રમાં હાજર રહેવું વ્યવહારુ નથી. રવિવારે સાંજે રાજસ્થાનમાં પ્રવેશેલી ભારત જોડો યાત્રાના કારણે રાહુલ ગાંધી સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં હાજર રહી શક્યા ન હતા.  જણાવી દઈએ કે ખડગેએ ઓક્ટોબરમાં ચાર્જ સંભાળ્યા બાદ પાર્ટીની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા કોંગ્રેસ વર્કિંગ કમિટીની જગ્યાએ સ્ટીયરિંગ કમિટીની રચના કરવામાં આવી હતી.

કોંગ્રેસ 26 જાન્યુઆરીથી ’હાથસે હાથ જોડો’ અભિયાન ચલાવશે

કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આજે કોંગ્રેસ સ્ટીયરિંગ કમિટીની બેઠકમાં અમે બે વિષયો પર ચર્ચા કરી.  પ્રથમ અમારી પાર્ટીનું પૂર્ણ સત્ર છે જે અમે ફેબ્રુઆરીના બીજા પખવાડિયામાં યોજવાનું નક્કી કર્યું છે.  આ ત્રણ દિવસનું સત્ર હશે જે છત્તીસગઢના રાયપુરમાં આયોજિત થશે.  બીજું, અમે ભારત જોડો યાત્રા માટેના ભાવિ પગલાંની સમીક્ષા અને ચર્ચા કરી.  અમે 26 જાન્યુઆરીથી મોટા પાયે ’હાથ સે હાથ જોડો અભિયાન’ શરૂ કરવાનું નક્કી કર્યું છે.  આ અભિયાન બે મહિના સુધી ચાલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.