Abtak Media Google News

પોરબંદરના રાતીયા ગામે યુવાને શરીર પર પેટ્રોલ છાંટી આગ ચાંપી હતી. આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નિપજ્યું છે.

પોરબંદરના રાતીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા મેરખીભાઈ રામભાઈ મોકરીયા નામના યુવાન છેલ્લા ઘણાં વષર્ોથી એકલવાયું જીવન જીવી રહ્રાા હતા. ત્યારે આ યુવાને તેમના ઘરે શરીર પર પેટ્રોલ છાંટી અને આગ ચાંપી લીધી હતી. આ ઘટનાની જાણ પરિવારના અન્ય સભ્યોને થતા તેમને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જો કે આ યુવાન ગંભીર રીતે દાઝ્યો હોવાથી તેમને વધુ સારવાર માટે અન્ય શહેરની હોસ્પિટલમાં ખસેડવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી. પરંતુ અન્ય શહેરમાં પહોંચી અને તેને સારવાર મળે તે પહેલા જ રસ્તામાં આ યુવાન મોતને ભેટ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.