પરેશાન છો રોજિંદા જીવનની સમસ્યાઓથી? તો આજે જ અપનાવો આ ઉપાયો

જીવનમાં દર-રોજ ઉઠતાની સાથે અનેક સમસ્યાઓ ઊભી થતી હોય છે. ત્યારે ક્યારેક તે નાની-મોટી સમસ્યાઓ હોતી હોય છે. આ રોજીંદા જીવનમાં ઉદ્ભવતી અનેક નાની-મોટી સમસ્યાઓ ને ગણકારી તો નથી શકતા પણ ક્યારેક તેને અલગ-અલગ રીતથી દૂર થઈ શક્તિ હોય છે.

ત્યારે જો સુખ મેળવું હોય તો આવા અનેક  વ્યાવહારિક જ્ઞાનનો ઉપયોગ કરશો તો સુખની લાગણી તરત અનુભૂતિ સાથે જીવન જીવી શકશો અને કોઈ પણ સમસ્યાનો આરામથી ઉકેલ પણ મેળવી શકશો.

 આ ઉપાયો અજમાવો  જેનાથી આપની અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે :-

 • કાંચની વસ્તુઓ વાસ્તુના દુષ્પ્રભાવને દૂર કરવાની ક્ષમતા રાખે છે. જો કોઈ એવા ઘરમાં રહેવા જવાનું હોય જે લાંબા સમયથી બંધ હોય તો ત્યાં સૌથી પહેલાં ઈશાન ખૂણામાં કોઈ બલ્બ લગાવવો અને તેને હંમેશા ચાલુ જ રાખવો.
 • જો વ્યક્તિ દક્ષિણમુખી ઘરમાં રહેતી હોય તો તેની પાસે સંપત્તિ તો અઢળક આવે છે પરંતુ તે સંતાન સુખથી વંચિત રહે છે. જો સંતાન હોય તો પણ અમુક સમય પછી તેનાથી દૂર થઈ જાય છે. આ વેધને દૂર કરવા દરવાજાની સામે પડતી દીવાલ પર અરીસો લગાવવો જોઈએ.
 • ઘરના કોઈ પણ દરવાજા કરતાં મુખ્ય દરવાજો મોટો અને ભાર હોવો જોઇયે.
 • પાણી માટે નિકાસનું સ્થાન ઉત્તરમાં, ઈશાન ખુણો ખુલ્લો હોવો જોઈએ, દક્ષિણ-પશ્ચિમ દિશામાં ભારે સામાન રાખો.
 • નવા ઘરમાં રહેવા જતી વખતે સૌથી પહેલા ત્યાં તુલસીનો છોડ પણ લગાવવો.
 • ઘરનો ડ્રોઈંગ રૂમની મુખ્યત્વે એકદમ સાફ અને થોડું ઓપન હોય તો આ ભૂ-ભોગ પ્રાણવાયુ  એક મુખ્ય સ્ત્રોત કહેવાય છે .
 • ઘરનું રસોડું તે ઘરની સમૃદ્ધિ કહેવામાં આવે છે. તો હમેશાં ઘરમાં રસોડું  એ દક્ષિણ-પૂર્વમાં હોવું જોઈયે.
 • મુખ્ય બેડરૂમ તે સ્થિરતા લાવે છે. ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવો જોઈએ. સૂતી વખતે તમારુ મસ્તક દક્ષિણ કે પશ્ચિમ દિશામાં રાખો.
 • જે વ્યક્તિ પર આર્થિક જવાબદારીઓ હોય તેને ઉતર-પૂર્વ દિશામાંના સૂવું જોઇયે.
 • મંદિર ઘરનુ વાસ્તુ કિંગ છે. જો તેને વ્યવસ્થિત જગ્યાએ રાખવામાં તો જીવનમાં બધુ ઠીક થવા માંડે છે. મંદિરને ઉત્તર દિશામાં રાખો. પૂજા કરતી વખતે તમારુ મુખ પૂર્વ દીશા તરફ હોવુ જોઈએ.
 • ઘરમાં હંમેશા બરકત રહે તે માટે ગુરુ પુષ્ય યોગમાં શ્રીસૂક્તથી અભિમંત્રિત કરી એક દાડમનો છોડ ઘરના આંગણાંમાં વાવવો. આ છોડ ઘરમાં સમૃદ્ધિ લાવે છે.