તીર્થસ્વરૂપા બા.બ્ર.પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં ગુરુપૂર્ણિમાની ભાવભેર ઉજવણી

ભકિતરસ, જાપ, ગુરુ-પુજન ઉત્સવ માહોલમાં ભાવિકો ભાવવિભોર

ગો.સંપ્ર.ના સૌરાષ્ટ્રના સિંહણ બા.બ્ર.પૂ.ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામમાં આજે સવારે ૬ વાગ્યા થી સાંજના ૭ વાગ્યા સુધી દર્શન તેમજ જાપ માટે તથા ગુરુપજન કરવા હજારો માણસોએ કતાર લગાવી હતી. સવારે ૭:૩૦ વાગ્યે દરેક સાધકોને ગરમા ગરમ ચા સાથે નવકારશી ત્યારબાદ ૮:૩૦ થી ૯:૩૦ સમુહ ભકતામર યોજાયો હતો. બધા સ્તોત્રના જાપ બાદ પૂ.સોનલબાઈ મહાસતીજીએ જણાવ્યું હતું કે, ગુરુના ત્રણ પ્રકાર છે. પ્રથમ ગુરુ જનક અને જનની બીજા જગત પિતા અને ત્રીજા સદગુરુ આત્મ કલ્યાણના માર્ગે જવા માટે સદગુરુનું શરણ જ શ્રેષ્ઠ છે. ગુરુ કોને કહેવાય ? ગુરુ કેવા હોવા જોઈએ ? એ ઉપર ઉપદેશ અને સંદેશ આપ્યો હતો કે પથ્થર જેવા પાંદડા જેવા અને લાકડા જેવા એમ ત્રણ પ્રકારના ગુરુ હોય તેના સર્વથી શ્રેષ્ઠ ગુરુ લાકડા જેવા હોય છે. જે પોતે તરે અને બીજાને તારે બધાએ ગુરુ નહીં પણ સદગુરુ શોધવા જોઈએ.

આ સમયે જૈન સમાજના આગેવાનો તથા શ્રેષ્ઠીવર્યોએ ગુરુવંદના સાથે ગુરુની ભાવપુજા કરી હતી. પૂ.મહાસતીજીની આઘ્યાત્મિક ઉપાસનાનો ઉલ્લેખ કર્યો હતો. નાલંદાની તીર્થધામમાં એક જ સુર ગુંજેલો હતો. ઈન્દુબાઈ સ્વામી એક નામ હૈ, નાલંદા તીર્થધામ હૈ. ગુરુપૂર્ણિમાની ઉજવણીનો સમારોહ ભવ્ય રીતે સંપન્ન કરાયો હતો અને જાપ કરનાર તથા ગુરુપુજનમાં આવનાર દરેકને બહુમાન અર્થે રૂ.૫૦/- લાડુ-સાટા વગેરે આપેલ હતું. આ પ્રસંગે માનવ મહેરામણ ઉમટી પડયો હતો.

રાજકોટના નામાંકિત જૈનો ગુરુભકિત કરી ભાવવિભોર બની ગયા હતા. ગુરુપૂર્ણિમા પર્વ એટલે સંપૂર્ણ ભાવે તન, મન અને ધનથી ગુરુભકિત કરવાનો અવસર. તેઓના ચરણ અને શરણમાં સર્વ રીતે સમર્પિત થઈ આશિર્વાદ પ્રાપ્ત કરવાનો મંગલ અવસર. સમગ્ર જૈન શાસનમાં સુખ્યાત લાખો ભાવિકોનું શ્રદ્ધા કેન્દ્ર ઈન્દુબાઈ મહાસતીજી તીર્થધામ બની ગયું છે. જાપસાધક બધાને નૌકારશી તેમજ બહુમાન અપાયેલું હતું. ગુરુપુજનનો ભવ્યાતિ ભવ્ય રીતે કાર્યક્રમ યોજાયો. સાધના કુટિરમાં દર્શન તેમજ જાપ કરવા માટે પડાપડી થઈ રહી છે. દાનરત્ના શારદાબેન મોદી તરફથી નૌકારશી રૂ.૫૦ની પ્રભાવના અશોકભાઈ દોશી તરફથી લાડવા રાજુભાઈ લલીતભાઈ મોદી તરફથી ગયળા સાટા નીતીનભાઈ તુરખીયા આજે પાંજરાપોળમાં ૩૦ જીવ છોડાવવામાં આવેલ હતા.