લાભના લાડવા: પ્રોવિડન્ટ ફંડ પર ૮.૬૫ ટકાના ઉંચા વ્યાજદરથી મળશે વળતર

પ્રોવિડન્ટ ફંડના રોકાણ પર વળતરની દરખાસ્તને મંજૂરી મળતા ૬ કરોડથી વધુ કર્મચારીઓને લાભ થશે

ભારત સરકારે ઈપીએફ આધારિત પેન્શન યોજના સાથે જોડાયેલા કર્મચારીઓના પ્રોવિડન્ડ ફંડ પર ૮.૬૫%નું વ્યાજવળતર ચૂકવવાનો નિર્ણય લેતા ૬ કરોડ જેટલા સભ્યોને ૨૦૧૮-૧૯નું વર્ષ લાભના લાડવા ખવડાવનારૂ બની રહેશે. સરકારે ૨૦૧૮-૧૯ વર્ષ માટે કર્મચારીઓને પ્રોવીડન્ડ ફંડના રોકાણ પર ૮.૬૫% વળતર ચૂકવવાની દરખાસ્તને મંજૂરી આપતા ૬ કરોડથી વધુ કર્મચારીઓને તેનો લાભ મળશે.

ઈપીએફઓ દ્વારા ઈપીએફ વિથડ્રોલ દાવાઓને ૮.૫૫%ના વળતર લષખે ઉકેલવાનું નકકી કરાયું હતુ હવે ૨૦૧૮-૧૯ના વર્ષ માટે ૮.૬૫%નો ઉંચો વળતર દર મંજૂર કરવામાં આવ્યો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ૮.૬૫%નો વ્યાજદર ઈપીએફની થાપણો પર ૬ કરોડથી વધુ નોંધાયેલા સભ્યોને આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. હવે ૮.૬૫%ના દરથી સભ્યોના ખાતાઓમાં વળતર જમા થશે કેન્દ્રીય ટ્રસ્ટી નિગમએ આ નિર્ણય લઈને કામદાર પ્રોવિડન્ડ ફંડ ઓર્ગેનાઈઝેશન ઈપીએફઓને ૨૧મી ફેબ્રુઆરીએ મોકલેલી દરખાસ્ત મુજબ ૮.૬૫%ના દરે ઈપીએફની થાપણો ઉપર વળતર આપવાનું નકકી કર્યું છે. હવે આ દરખાસ્ત નાણા મંત્રાલય અને મંજૂર મંત્રાલયની મંજૂરીની પ્રતિક્ષામાં છે. તાજેતરમાં જ શ્રમમંત્રી સંતોષ ગંગવારે ઈપીએફ ધારકોને ૮.૬૫%ના દરથી વળતરની જાહેરાત કરી હતી.