Abtak Media Google News

અંદર રહેલા વાયરસનો ખાત્મો અંદર જ; આંતરડામાં રહેલા બેકટેરિયા કોરોનાને નાથવામાં સક્ષમ: વૈજ્ઞાનિકોનો અભ્યાસ

કોરોનાનો ખતરો ટાળવા જેમ માસ્ક, સોશિયલ ડિસટન્સ જેવા બાહ્ય નિયમો જરૂરી તેવી જ રીતે શરીરને અનુરૂપ આંતરિક નિયમો પણ પાળવા જરૂરી !!

કોરોના… કોરોના… કોરોના… બહુ થયું હવે… જ્યાં જુઓ ત્યાં કોરોના અને તેની જ ચર્ચા..!! દોઢ વર્ષ કરતા પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં વાયરસની તીવ્રતા ઓછી થઈ રહી નથી. સૌ કોઈના મનમાં પ્રશ્ન છે કે હવે આ કોરોના ક્યારે જશે..?? તો તેનો  જવાબ હજુ ચોક્કસપણે આપી શકાય નહીં. કારણ કે કોરોના કાચિંડાની જેમ કલર બદલી રહ્યો છે. બદલતા જતા સ્વરૂપ અને રંગ રૂપથી નવું નવું જોખમ તોળાઈ રહ્યું છે. આ કોરોના ક્યારે જશે એ તો કહી શકાય નહીં પણ હા, આપણે તેનાથી કેમ બચવું..? તે જરૂરથી નક્કી કરી શકાય છે. કોરોનાથી બચવા જેમ હાલ ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટનસ જાળવવું તેમજ રસી લેવી વગેરે જેવા ફરજિયાત બાહ્ય નિયમોનું પાલન કરવું જરૂરી છે એવી જ રીતે અમુક આંતરિક નિયમો પણ પાળવા જરૂરી છે.

ખરેખર તો, બાહ્ય નહીં પણ આંતરિક “ડોઝ” આપવો વધુ જરૂરી છે. કારણ કે બાહ્ય ડોઝ એટલે રસીનો ડોઝ, અને આ ડોઝની અસરકારકતા કેટલી ? ડોઝ ક્યારે લેવા ? હવે બુસ્ટર ડોઝ લેવા કે કેમ ? તે અંગે પણ હજુ અનિશ્ચિતતા છે ત્યારે આંતરિક ડોઝ પર વધુ ભાર મૂકી ધ્યાન દેવું છે હિતાવહ છે.  આંતરિક ડોઝ એટલે શરીરને અનુકૂળ, શરીરને માફક આવે એ પ્રમાણેનું વર્તન કરવું. એમાં પણ કોરોના માત્ર બહાર જ નથી. પરંતુ આપણી શરીરમાં પણ છે. આપણું શરીર જ વાયરસ-બેક્ટેરિયા જેવા અનેક જીવાણુ વિષાણુથી ભરેલું છે. વાતાવરણમાં આપણી આસપાસ આશરે સાડા સાત અબજ જેટલા વાયરસ રહેલા છે. જે જીવન જીવવા માટે જરૂરી પણ છે.

તાજેતરમાં વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલા એક અભ્યાસમાં એ જાણવા મળ્યું છે કે કોરોનાનો ઈલાજ અંદરથી પણ કરી શકાય છે. આંતરડામાં રહેલા બેક્ટેરિયાનું જેમ સારી રીતે વધુ પ્રમાણ તેમ વાયરસનું જોખમ અને કોરોના સંક્રમણનો ખતરો ઘટાડી શકાય છે.  કોવિડ -19 પોઝિટિવ વ્યક્તિના અનુનાસિક વાતાવરણમાં બેક્ટેરિયા ચેપની તીવ્રતાને પ્રભાવિત કરી શકે છે. પુણે સ્થિત નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ (એનસીસીએસ) અને બીજે મેડિકલ કોલેજના અભ્યાસમાં વૈગયાનિકોનું કહેવું છે કે આ એ પણ સમજાવી શકે છે કે અમુક વ્યક્તિઓને ચેપ કેમ લાગ્યો..? ફરીથી કેમ કોરોનાની ઝપેટમાં આવ્યા..??

આંતરડામાં જેઓ સારા બેક્ટેરિયા ધરાવે છે તેઓ કોરોનાને સારી રીતે મ્હાત આપી શકે છે. ચેપને કારણે બળતરાયુક્ત વાતાવરણ બેક્ટેરિયલ પેથોજેન્સમાં વધારો કરે છે જે ગૌણ ચેપનું કારણ બની શકે છે. કોવિડ -19 દર્દીઓના અનુનાસિક માઇક્રોબાયોમ (ચોક્કસ વાતાવરણમાં સૂક્ષ્મજીવો)માં પેથોજેનિક બેક્ટેરિયામાં વધારો લાળના સંચયને કારણે થાય છે, જે આ સજીવોના વિકાસની તરફેણ માટે જાણીતા છે, અને અતિ બળતરા વાતાવરણ (વ્યાપક બળતરા) શરીરમાં) જે તેમની વૃદ્ધિને ટેકો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.