Abtak Media Google News

‘ચાય-વાય અને રંગ મંચ’ શ્રેણી ત્રણમાં હાલ એકેડેમીક સેશન ચાલી રહ્યું છે. ગુજરાતી તખ્તા નાટકો-ભવાઈ સાથે તેના નિર્માણ નિર્દેશન-સંગીત-લાઈટીંગ સ્ટેજ,  અભિનય વિગેરે પાસાઓની જાણીતા કલાકારો સુંદર છણાવટ કરી ને વિવિધ વિષયો ઉપર પોતાના અનુભવો શેર કરે છે. યુવા કલાકારો કલા રસિકો રોજ સાંજે આ શ્રેણી દુનિયાના ખૂણેખૂણેથી માણી રહ્યા છે. છેલ્લા બે માસથી નિયમિત આ કોકોનટ થિયેટણની   શ્રેણી-3 ચાલી રહી છે.

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

છેલ્લા 67 વર્ષથી રંગભૂમી સાથે જોડાયેલો હોવાથી મને જીવનમાં ઘણુ શીખવા મળ્યું છે નાટક જોવા-વાંચવા અને સમજવા ખૂબજ જરૂરી છે દિગ્દર્શકે રંગમંચની ભુગોળ ધ્યાનમાં રાખવી જોઈએ

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઈવ પ્રસારણ માણો

67 વર્ષથી નાટ્યકલા ક્ષેત્રે કાર્યરત, પૂર્વ અધ્યક્ષ ગુજરાત કોલેજ નાટક વિભાગ, અમદાવાદ, ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત. અખિલ ભારતીય બહુભાષી નાટ્ય પ્રતિયો ગિતામાં પંજાબ રાજ્યપાલ દ્વારા સન્માનિત, નાટ્ય શિક્ષક, દિગ્દર્શક અને કલાકાર પ્રો.સોમેશ્વર ગોહિલ ગઈકાલેે કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં પધાર્યા હતા.

જેમનો વિષય હતો દિગ્દર્શક બનવા માટે શું કરવું જોઈએ. મુખ્ય વિષય પર વાત કરતાં સોમેશ્વર સાહેબે જણાવ્યું કે દિગ્દર્શક બનવા માટે સૌપ્રથમ તો રંગમંચ પર કામ કરવું પડે સારા  દિગ્દર્શકના હાથ નીચે તૈયાર થવું પડે નાટકો વાંચવા પડે સમજવા પડે જોવા પડે અને નાટક ની વાતો ની જાણકારી મેળવવી પડે. મૂળ વિષય પર વાત કરતાં સોમેશ્વર સાહેબે જણાવ્યું કે સારા દિગ્દર્શક બનવા માટે સૌપ્રથમ દિગ્દર્શક ના હાથ નીચે કામ કરવું પડે નાટકો ની માહિતી જાણકારી વાંચન મેળવવા પડે નાટકો જોવા મળે નાટકની દરેક બાબતોથી માહિતગાર થવું પડે.

આજના ચાર ભાગમાં વહેંચાયેલ સેશનમાં ગોહિલ સાહેબે કહ્યું મારી નાટકની શરૂઆત 1955 માં થઈ પ્રથમ નાટકમાં જ ઉત્કૃષ્ટ અભિનેતાનું મેડલ મળ્યું 67 વર્ષથી નાટય ક્ષેત્રે સક્રિય રહેલા સોમેશ્વર સાહેબે વાતનો દોર શરૂ કરતાં જણાવ્યું કે 1958 માં કોલેજમાં પ્રથમવાર નાટકમાં ભાગ લેવાનો અવસર મળ્યો. ત્યારબાદ પ્રોફેશનલ નાટકમાં દિગ્દર્શક તરીકે આગળ વધવા મુંબઈ જવાનું થયું. ત્યાં તારક મહેતાનો કલાકાર પ્રત્યેનો આદર ભાવ મળ્યો. આખરે ગુજરાતમાં છેલ્લો કટોરો નામનું નાટક ભજવાયું જેને સારી પ્રસિદ્ધિ મળી. વધુ નાટકો કરતા શિસ્તનાં પાઠ ભણ્યા જીવનમાં, નાટકમાં શિસ્તનું મહત્વ સમજાયું. શિસ્ત,નિયમિતતા અને નીતિમત્તા હોય તો જ નાટકમાં આગળ વધાય.

આજે સોમેશ્વર સાહેબે ખુબજ સરસ માહિતી પીરસી હતી. દિગ્દર્શકે રંગમચની ભૂગોળ ધ્યાનમાં રાખવી જોઈએ એ સમજાવતા રંગમચનો ચાર્ટ  બતાવ્યો અને ઘણી બારીકીઓ સમજાવી. સાથે સાથે પ્રેક્ષકોનાં પ્રશ્નોના ઉત્તર આપ્યા. લગભગ પોણા બે કલાક ચાલેલા આજના સેશનમાં ઘણી જ રસપ્રદ માહિતીઓ છે જે દરેક કલાકારે જોવી, સાંભળવી જોઈએ.

જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે રંગભૂમિની પ્રખ્યાત અભિનેત્રી મીનલ પટેલ

Img 20210623 Wa00621

રંગભૂમિની રંગ અને મારી અનુભવ સૃષ્ટિ આ વિષયક ચર્ચા-અનુભવો શેર કરવા આજે સાંજે રંગભૂમિની પ્રખ્યાત અભિનેત્રી મીનલ પટેલ કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીના એકેડેમીક સેશનમાં લાઈવ આવશે. મીનલ પટેલનાં શ્રેષ્ઠ નાટકો તેમનો અભિનય આજે પણ કલા રસિકો  યાદ કરે છે. ઘણા વર્ષોથી ગુજરાતી તખ્તા સાથે જોડાયેલી આ અભિનેત્રીને સાંભળવા એક લ્હાવો છે.

‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં આવનારા કલાકારો

  • 24મીએ અભિનેતા -ઉત્કર્ષ મજુમદાર
  • 25મીએ જાણીતા લેખક-ડાયરેકટર અને એકટર સોનલ વૈદ્ય કુલકર્ણી
  • 26મીએ  જાણીતા ડાયરેકટર ડો. પ્રમોદ ચવાણ
  • 27મીએ જાણીતી અભિનેત્રી ભાવિની જાની
  • 28મીએ લેખક-મહેન્દ્રસિંહ પરમાર
  • 29મીએ સેડ ડિઝાઈનર-સુભાષ આશર
  • 30મીએ જાણીતા કલાકાર-સંગીતકાર રૂમીબારીયા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.