Abtak Media Google News

લદાખની સંસ્કૃતિને જાળવી રાખીને સર્વાંગી વિકાસ કરવા સરકારે નવા નિવાસી કાયદા અમલમાં મુકયા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કાશ્મીરની સ્વાયત્તા સમાપ્ત કરી જમ્મુ-કાશ્મીર અને લેહ-લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરીને દાયકાઓ જુની સમસ્યાઓને બંધારણીય રીતે ઉકેલ લાવ્યો હતો જે બાદ મોદી સરકારે હવે કાશ્મીર અને ખાસ કરીને લેહ-લદાખની સામાજીક, રાજકિય અને વહિવટી પ્રક્રિયાઓ ધીરે ધીરે સ્થાપિત કરવાની શરૂઆત થઈ ચુકી છે.

કલમ-૩૭૦ હટતાની સાથે જ જમ્મુ-કાશ્મીર રાજયમાંથી લદાખને અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરતાની સાથે જ જમ્મુ-કાશ્મીરથી અલગ થનાર લદાખ અને વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. મંગળવારે રાજયમાં ક્રિકેટ અને ખેલ કુદ એકેડમીની સ્થાપનાની જાહેરાત કરી છે. લદાખમાં વિકાસનાં દરવાજા ખુલતાની સાથે સાથે સરકારે જમ્મુ-કાશ્મીર અને લેહનાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન છ મહિનાનો પર્યટક સહાયક નિ:શુલ્ક કોર્સ કરાવવામાં આવશે. આ યોજનાનો લાભ અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિનાં વિદ્યાર્થીઓને પણ મળશે. બીજી તરફ સરકારે પણ લદાખ માટે ખાસ ડોમીસાઈલ એટલે કે નિવાસી કાયદાઓની રચના સાથે લદાખની મુળભુત સંસ્કૃતિ અને સમાજ જીવનની સ્થિરતા માટે કેટલાક નિયમોમાં કડક અમલની હિમાયત કરી છે. લદાખનાં ડોમીસાઈલ કાયદામાં લદાખમાં જમીન મિલકત ખરીદવા માટે ઓછામાં ઓછા ૧૫ વર્ષનાં વસવાટને ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

7537D2F3 15

દાયકાઓથી જમ્મુ-કાશ્મીરની સાથે લેહ-લદાખ ખાસ દરજજાનાં કારણે અનેક પ્રતિબંધથી ઘેરાયેલું હતું. મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવીને તેને રાષ્ટ્રનાં મુખ્ય પ્રવાહમાં સામેલ કરી દીધું છે ત્યારે હવે કાશ્મીરમાં વિકાસની એક નવી દિશા ખુલી ચુકી છે તેમ છતાં કાશ્મીરમાં પ્રતિક્રમણ અને સ્થાનિક હિતને સ્વરક્ષિત કરવા માટે સરકારે કેટલાક ડોમીસાલ નિયમોની હિમાયત કરી છે. લેહ-લદાખમાં જમીન ખરીદવાનાં અધિકાર માટે ઓછામાં ઓછા ૧૫ વર્ષનાં રહેણાંકની મર્યાદા રાખવામાં આવી છે. ઈકો ફ્રેન્ડલી વિકાસ અને સામાજીક રીતે લેહ-લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુળભુત ઓળખ જળવાય રહે તે માટે સરકાર ખુબ ગંભીર છે.

જમ્મુ-કાશ્મીરમાં અને ખાસ કરીને લેહનાં સ્મણીય પર્વતીય વિસ્તાર અને અદભુતસૌંદર્ય ધરાવતા પ્રદેશમાં વ્યવસાયિક હેતુથી જમીનો ખરીદવા માટે માત્ર ભારત જ નહીં પણ અનેક વિદેશી કંપનીઓની પણ નજર મંડાયેલી છે ત્યારે સરકારે લેહ-લદાખને અતિક્રમણથી બચાવવા અને સ્થાનિક હિતોને જતનપૂર્વક જાળવી રાખવા માટે કેટલાક ડોમીસાઈલ નિયમોની અમલવારીમાં આગ્રહ રાખ્યો છે. લદાખમાં કોઈને પણ જમીન-મિલકત ખરીદવી હોય તો ઓછામાં ઓછા ૧૫ વર્ષનાં વસવાટનો નિયમ અછુત રાખવામાં આવ્યો છે.

લદાખ ભારત આઝાદ થયું છે ત્યારથી વિકાસ પ્રક્રિયા માટે રહ્યું છે. વિકાસની ભરપુર શકયતા છે ત્યારે આ વિકાસમાં સ્થાનિક હિતને જોખમાય તે માટે સરકાર ગંભીરપણે જાગૃત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.