Abtak Media Google News

પ્રથમ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખરીદનારને મળશે લાભ

સરકાર ઘરના ઘરનું લક્ષ્ય સાધવા માટે અનેક નિર્ણાયક પગલા લઈ રહી છે. હવેી શહેર કે, ગ્રામ્ય વિસ્તારમાં પોતાનું પ્રમ મકાન પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખરીદવા માંગતા લોકોને હાઉસીંગ લોનનો માસીક હપ્તો રૂ.૨૦૦૦ની આસપાસ રહે તેવી યોજના સરકાર લાવી રહી છે. આ લાભ લેવા માટે આવક રૂ.૧૨ થી ૧૮ લાખની વચ્ચે હોવી જરૂરી છે.

હાલ સરકાર રૂ.૯ થી ૧૨ લાખ સુધીની લોન લેનાર વ્યક્તિને વ્યાજમાં ૩ ી ૪ ટકા સુધીની સબસીડી આપી રહી છે. સરકારે ગઈકાલે મધ્યમવર્ગના લોકોને રાહત આપે તેવો નિર્ણય લીધો છે. દેશની ૪૫ હાઉસીંગ ફાયનાન્સ કંપની સહિત ૭૦ ધિરણ મંડળી, ૧૫ શેડયુલ બેંક, રીઝનલ ‚રલ એન્ડ કો.ઓપરેટીવ બેંક સહિતનાએ નેશનલ હાઉસીંગ બેંક સો એમઓયુ કર્યા. આ એમઓયુના માધ્યમી લોન લઈને મકાન ખરીદતા મધ્યમ વર્ગને અનેકગણી રાહત શે.

શહેરી વિકાસ મંત્રી વૈંકયા નાયડુએ આ મામલે જણાવ્યું હતું કે, મધ્યમ આવક ધરાવતા લોકો ઘરના ઘરનું સપનું સાકાર કરી શકે તે જ‚રી છે. આ વર્ગના લોકો બહોળા પ્રમાણમાં આવકવેરો ભરે છે જે દેશના ર્અતંત્ર માટે લાભદાયી છે. તેમણે બેંકો અને અન્ય ધિરણ મંડળીઓને વિનંતી કરી હતી કે, લોન પર મકાન ખરીદવા ઈચ્છુક લોકોને જેમ બને તેમ રાહત આપવામાં આવે.

અગાઉ રૂ.૯ લાખની વાર્ષિક આવક ધરાવતા વ્યક્તિને હાઉસીંગ લોનમાં વ્યાજની ૪ ટકા સબસીડી આપવાની જાહેરાત કરી હતી. રૂ.૧૨ લાખની આવક ધરાવનારને ૩ ટકા સબસીડી આપવાનો નિર્ધાર સરકારનો છે. હાલ સરકારે કરેલી જાહેરાતનો લાભ

લોન માટે જાન્યુઆરી માસમાં અરજી કરનાર વ્યક્તિને પણ મળશે.

નેશનલ હાઉસીંગ બેંકના મેનેજીંગ ડાયરેકટર અને સીઈઓ શ્રીરામ કલ્યાણરમણે જણાવ્યું હતું કે, રૂ.૪ લાખની હાઉસીંગ લોનના વ્યાજમાં ૪ ટકા સુધીની સબસીડીની રાહતી લાર્ભાીને માસીક હપ્તો રૂ.૨૦૬૨ સુધીનો રહેશે. જયારે રૂ.૧૨ લાખ સુધીની હાઉસીંગ લોનમાં ૩ ટકા સબસીડી ગણતા માસીક હપ્તો રૂ.૨૦૧૯નો રહેશે. આ ગણતરીમાં સામાન્ય હાઉસીંગ લોનનું વ્યાજ ૮.૬૫ ટકાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

 

.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.